Thursday, October 13, 2022

VIDEO: વંદે ભારત ટ્રેન ગેમ ચેન્જર, પાણીની બોટલ પણ ન હલી: રેલવેમંત્રી

[og_img]

  • રેલવે મંત્રીએ વંદે ભારત ટ્રેનને ઢોર અથડાવાના કિસ્સાનો કર્યો ઉલ્લેખ
  • ટ્રેક પર પશુઓ અથડાવાના દૈનિક 80 કેસ નોંધાય છે : અશ્વિની વૈષ્ણવ
  • રેલ્વે મંત્રીએ નવી શરૂ કરાયેલ વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરી કરી

આજે દેશને ચોથી વંદે ભારત ટ્રેનની ભેટ મળી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અંદૌરાથી નવી દિલ્હી માટે નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. તો વંદે ભારત ટ્રેન અંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ મહત્વની વાત કરી હતી. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુરુવારે નવી શરૂ કરાયેલ વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરીની મજા માણી હતી અને તેમણે કહ્યું કે, વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું નવું સંસ્કરણ દેશમાં રેલ વિકાસ પ્રોજેક્ટ્સ માટે ગેમ ચેન્જર છે. આ ટ્રેનમાં પાણીની બોટલ પણ બિલકુલ પણ હલી નથી, તે ગૌરવની વાત છે. જ્યારે ટ્રેનની આ અહેવાલો વિશ્વમાં પહોંચ્યા તો વિશ્વ ચોંકી ગયું, કારણ કે આ ટેકનોલોજી માત્ર કેટલાક દેશો પાસે જ છે.

ટ્રેન અદ્યતન સુવિધાઓથી સજ્જ : વૈષ્ણવ

વૈષ્ણવે કહ્યું કે પીએમ મોદીએ ઓગસ્ટ 2022 સુધીમાં દેશના તમામ ભાગોને જોડવા માટે 75 વંદે ભારત ટ્રેનોની જાહેરાત કરી છે. આ ક્રમમાં આજે અમે અંબ અંદૌરા, ઉનાથી નવી દિલ્હી સુધી વંદે ભારત એક્સપ્રેસ શરૂ કરી છે. તે વર્લ્ડ ક્લાસ ટ્રેન છે અને મુસાફરીનો વધુ સારો અનુભવ આપે છે. તે માત્ર 52 સેકન્ડમાં 0 થી 100 kmphની ટોપ સ્પીડ અને 180 kmph સુધીની ટોપ સ્પીડ સુધી પહોંચવા જેવી વધુ અદ્યતન અને સુધારેલ સુવિધાઓથી સજ્જ છે.

અથડામણને ધ્યાનમાં રાખીને ટ્રેનનો આગળનો ભાગ તૈયાર કરાયો

રેલવે ટ્રેક પર ઢોર અથડાવાના કિસ્સાઓનો ઉલ્લેખ કરતાં મંત્રીએ કહ્યું કે આપણા દેશમાં રેલવે ટ્રેક જમીની સ્તરે છે. દરરોજ સરેરાશ 80 પશુઓના કેસ નોંધાય છે. આ અમારા માટે ચિંતાનો વિષય છે. ટ્રેનના આગળના ભાગને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે જ્યારે પણ અથડામણની ઘટના બને છે, ત્યારે ટ્રેનની ગતિ ઊર્જા તેને અવસોષિત કરી લે છે. જેઓ આ ટ્રેન વિશે ગેરસમજ રાખે છે તેઓએ સમજવું જોઈએ કે તે એન્જિનિયરિંગ ડિઝાઇનનો એક ભાગ છે.

રેલવે ટ્રેક પર ફેન્સિંગ કરવાની યોજના : વૈષ્ણવ

વૈષ્ણવે કહ્યું કે અમે રેલવે ટ્રેક પર ફેન્સિંગ કરવાની યોજના પર કામ કરી રહ્યા છીએ. ઉપરાંત અમે ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં એલિવેટેડ ટ્રેક બનાવવાનું કામ કરી રહ્યા છીએ. આગામી 3થી 4 વર્ષમાં અમે આ યોજનાને ઘણા વિસ્તારોમાં લાગુ કરીશું. આજે આ ટ્રેનની સ્પીડ 180 કિમી પ્રતિ કલાક છે. આગામી દિવસોમાં જ્યારે ટ્રેક અપગ્રેડ થશે ત્યારે અમે તેની સ્પીડ વધારીને 220-250 કિમી પ્રતિ કલાક કરીશું.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.