VIDEO : ભારતની સાથે અનેક દેશોમાં દિવાળીના પર્વની ઉજવણી, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને પણ ઉજવ્યો તહેવાર

જો બાઈડને  ટ્વીટર પર લખ્યું કે, દિવાળી એ એક રિમાઈન્ડર છે કે આપણા દરેક પાસે અંધકાર દૂર કરવાની અને દુનિયામાં અજવાળું પાથરવાની શક્તિ છે. આજે વ્હાઈટહાઉસમાં આ ખુશીના અવસર પર જશ્ન મનાવતા ખુશી થઈ રહી છે.

VIDEO : ભારતની સાથે અનેક દેશોમાં દિવાળીના પર્વની ઉજવણી, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને પણ ઉજવ્યો તહેવાર

અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને દિવાળીની ઉજવણી કરી

દિવાળી 2022 : ભારતની સાથે- સાથે વિદેશમાં પણ અનેક જગ્યાએ દિવાળીની ભવ્ય ઉજવણી થઈ. અમેરિકામાં (અમેરિકા) લોકોએ પ્રકાશના પાવન પર્વની ઉજવણી કરી.  ખુદ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને (રાષ્ટ્રપતિ જો બિડેન) પણ દિવાળીનો તહેવાર ઉજવ્યો. તેમણે વ્હાઈટ હાઉસમાં (વ્હાઈટ હાઉસ) ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સહિત અન્ય સભ્યો સાથે દીવા પ્રગટાવીને દિવાળી મનાવી.

બાઈડને  ટ્વીટર પર દિવાળીની આપી શુભકામના

તો આ સાથે બાઈડને  ટ્વીટર પર ઉજવણીનો ફોટો શેર કરતા લખ્યું છે કે દિવાળી (દિવાળી) એ એક રિમાઈન્ડર છે કે આપણા દરેક પાસે અંધકાર દૂર કરવાની અને દુનિયામાં અજવાળું પાથરવાની શક્તિ છે. આજે વ્હાઈટહાઉસમાં આ ખુશીના અવસર પર જશ્ન મનાવતા ખુશી થઈ રહી છે.

ઋષિ સુનકનો પરિવાર મૂળ પંજાબનો રહેવાસી

તો બીજી તરફ દિવાળીના અવસર પર ભારતને વધુ એક સારા સમાચાર મળ્યા છે. ભારતીય મૂળના ઋષિ સુનક બ્રિટનના નવા વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે. બ્રિટનના વડાપ્રધાન તરીકે ભારતીય મૂળના નાગરિકની પસંદગી કરવામાં આવી હોય તેવી આ પ્રથમ ઘટના છે. સુનકને અડધાથી વધુ બ્રિટિશ સાંસદોએ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા તરીકે ચૂંટ્યા છે. બોરિસ જોન્સનના રાજીનામાથી સુનક વડાપ્રધાન પદની રેસમાં હતા, પરંતુ તેમને લિઝ ટ્રસના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. બાદમાં ટ્રસને રાજીનામું આપવું પડ્યું અને ત્યારબાદ સુનકે ફરીથી પીએમ પદ માટે દાવો રજૂ કર્યો હતો.

Previous Post Next Post