VIDEO : લોકો મન ભરી માણી રહ્યાં છે વેકેશનની મજા, જૂનાગઢના પ્રવાસન સ્થળો પર લોકોની ઉમટી ભીડ

વેકેશન દરમિયાન છેલ્લા પાંચ દિવસમાં ગિરનારમાં લગભગ 15 હજારથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. દરરોજ 1500 થી 2000 જેટલા મુલાકાતઓ રોપવેની મુલાકાત લઇ રહ્યાં છે અને ગિરનારની સફર માણી રહ્યાં છે.

TV9 ગુજરાતી

| સંપાદિત: મમતા ગઢવી

ઑક્ટો 27, 2022 | 10:09 AM

તહેવારોમાં ફરવા ન જાય તો ગુજરાતી નહીં. કોરોના કાળના બે વર્ષ બાદ દરેક તહેવાર ધામધૂમથી ઉજવાઇ રહ્યો છે.  બે વર્ષ બાદ આ વર્ષે લોકો મન ભરીને દિવાળી વેકેશનની (દિવાળી વેકેશન) મજા માણી રહ્યાં છે, ત્યારે જૂનાગઢમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યાં છે. ભવનાથ વિસ્તારમાં લોકોની ભારે ભીડ જોવા મળી. ગિરનાર રોપવે (ગિરનાર રોપવે) પર પ્રકૃતિની મજા માણવા લોકો દૂર દૂરથી જૂનાગઢ (જુનાગઢ) આવી રહ્યાં છે. સકરબાગ મ્યુઝિયમ, ભવનાથ મંદિર તેમજ ગિરનાર રોપવે સહિતના મોટાભાગના પ્રવાસન સ્થળોએ લોકોની ભીડ ઉમટી છે. તો રોપ વે માં બેસી લોકોએ ખુશી પણ વ્યક્ત કરી.

ગિરનારમાં પ્રવાસીઓની ભીડ ઉમટી

વેકેશન દરમિયાન છેલ્લા પાંચ દિવસમાં ગિરનારમાં લગભગ 15 હજારથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. દરરોજ 1500 થી 2000 જેટલા મુલાકાતઓ રોપવેની મુલાકાત લઇ રહ્યાં છે અને ગિરનારની સફર માણી રહ્યાં છે. ગિરનાર પર લોકો આહલાદક કુદરતી વાતાવરણ જોઇ ખૂબ જ પ્રભાવિત થઇ રહ્યાં છે.

3 નવેમ્બર સુધીની તમામ પરમિટ ફૂલ થઇ

એક તરફ દિવાળીનું વેકેશન (દિવાળી વેકેશન) અને બીજી તરફ ગીરનું અદભૂત સૌંદર્ય. મોટી સંખ્યામાં દેશ-વિદેશથી પ્રવાસીઓ આ લ્હાવો માણવા પહોંચી રહ્યા છે. પ્રવાસીઓનો ધસારો એટલો છે કે 3 નવેમ્બર સુધીની તમામ પરમિટ (પરવાનગી) પણ ફૂલ થઇ ગઇ છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ સાસણ ગીર અને દેવળિયા સફારીની મુલાકાત લઇ કુદરતની આ અદભૂત રચનાને માણી રહ્યા છે.

أحدث أقدم