Sunday, October 2, 2022

વાયરલ વીડિયો : અમિતાભ બચ્ચને આપી મોટી શીખ, જણાવ્યુ અમીર બનવાનું સીક્રેટ | Viral video Amitabh Bachchan gave a big lesson revealed secret of becoming rich

હાલમાં મહાનાયક અમિતાભ બચ્ચનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે. આ વીડિયોમાં અમિતાભ બચ્ચન એક મોટિવેશનલ વાર્તા કહે છે, જે દરેક વ્યક્તિ એ સાંભળવા જેવી છે.

વાયરલ વીડિયો : અમિતાભ બચ્ચને આપી મોટી શીખ, જણાવ્યુ અમીર બનવાનું સીક્રેટ

Amitabh Bachchan Viral video

Image Credit source: Twitter

KBC Viral Video : સોશિયલ મીડિયા પર મનોરંજનના વીડિયોની સાથે સાથે મોટિવેશનલ વીડિયો પણ વાયરલ થતા હોય છે. આવા વીડિયો જીવનમાં નવી ઊર્જા પૂરે છે. તેનાથી અનેક લોકોના જીવન સુધરી જાય છે. હાલમાં મહાનાયક અમિતાભ બચ્ચનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે. આ વીડિયોમાં અમિતાભ બચ્ચન એક મોટિવેશનલ વાર્તા કહે છે. જે દરેક વ્યક્તિ એ સાંભળવા જેવી છે. જુઓ આ શાનદાર વીડિયો.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં KBCના સેટના દ્રશ્યો દેખાય રહ્યા છે. આ વીડિયોમાં મહાનાયક અમિતાભ બચ્ચના સામે બેઠેલી મહિલાને એક વાર્તા સંભાળાવી રહ્યા છે. આ વાર્તામાંથી ઘણુ શીખવા જેવુ છે. તેઓ કહે છે કે, કેવી રીતે નંબર 9 પહેલા દિવસે સ્કૂલે પહોંચીને નંબર 8ને થપ્પડ મારે છે. આ પ્રક્રિયા શૂન્ય સુધી પહોંચે છે. પણ 1 તેને થપ્પડ નથી મારતો. નંબર 1 તે 0ની બાજુમાં ઉભો રહે છે. જેના કારણે 10 નંબર બની જાય છે અને તેની કિંમત બાકીના તમામ કરતા વધી જાય છે.

આ રહ્યો અમિતાભ બચ્ચનનો વાયરલ વીડિયો

આ મોટિવેશનલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર IAS officer Awanish Sharan ના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, અમિતાભ બચ્ચનનું જીવન અને તેમના શબ્દો ખરેખર પ્રેરણાદાયક છે. અન્ય એક યુઝરે લખ્યુ છે કે, આ વાત હું જીવનભર યાદ રાખીશ… અદ્ભુત વીડિયો.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.