વાયરલ વીડિયો : દુબઈમાં બનેલા પહેલા હિંદુ મંદિરનો ભવ્ય નજારો, આનંદ મહિંદ્રા એ શેયર કર્યો સુંદર વીડિયો | Viral video A magnificent view of first Hindu temple built in Dubai Anand Mahindra shares a beautiful video

વિશ્વમાં હિંદુ ધર્મના પ્રભાવની સાબિતી આપતો અન્ય એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે. આ વીડિયો દુબઈમાં બનેલ પહેલા ભવ્ય હિંદુ મંદિરનો છે.

વાયરલ વીડિયો : દુબઈમાં બનેલા પહેલા હિંદુ મંદિરનો ભવ્ય નજારો, આનંદ મહિંદ્રા એ શેયર કર્યો સુંદર વીડિયો

Hindu Temple In Dubai Viral Video

Image Credit source: File photo

Hindu Temple In Dubai : ભારતની સંસ્કૃતિ અને પરંપરા આખા વિશ્વમાં પ્રખ્યાત છે. ભારતની આ વિવિધતાથી ભરેલી અને અદ્દભુત સંસ્કૃતિને જોવા માટે દુનિયાના અલગ અલગ દેશોમાં લોકો ભારતના ધાર્મિક સ્થળોએ આવતા હોય છે. ભારતની સંસ્કૃતિ અને ધર્મો પ્રભાવિત થઈ અનેક વિદેશી લોકો ભારતમાં જ વસી જતા હોય છે. ભારતની સંસ્કૃતિ અને પરંપરાનું સન્માન દુનિયાભરના લોકો કરે છે અને તેને અપનાવી પણ રહ્યા છે. ભારતનો પ્રભાવ એટલો બધો વધ્યો છે કે વિદેશની ધરતી પર હિંદુ મંદિરોની સ્થાપના પણ થઈ રહી છે. હાલમાં કેનેડામાં પણ ગીતા પાર્કની સ્થાપના કરવામાં આવી હતી. વિશ્વમાં હિંદુ ધર્મના પ્રભાવની સાબિતી આપતો અન્ય એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે. આ વીડિયો દુબઈમાં બનેલ પહેલા ભવ્ય હિંદુ મંદિરનો છે.

આ વાયરલ વીડિયોમાં દુબઈમાં બનેલ પહેલા હિંદુ મંદિરનો બહારનો અને અંદરનો સુંદર નજારો જોઈ શકાય છે. આ મંદિરનું ઉદ્દઘાટન દશેરાના દિવસે દુબઈના એક મંત્રી શેખ નાહયાન બિન મુબારક અલ નાહયાન દ્વારા કરવામાં આવ્યુ છે. આ મંદિર બનવાની શરુઆત વર્ષ 2020માં થઈ હતી. આ ભવ્ય મંદિર 2 વર્ષમાં બનીને તૈયાર થયુ છે. આ મંદિરમાં 16 જેટલા હિંદુ દેવતાઓની મૂર્તિ છે. આ મંદિર હવે દરેક ધર્મના લોકો માટે ખુલ્લુ મુકવામાં આવ્યુ છે. આ મંદિરના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે.

આનંદ મહિંદ્રા એ શેયર કર્યો દુબઈના હિંદુ મંદિરનો સુંદર વીડિયો

આનંદ મહિંદ્રા અવારનવાર આવા સરસ મજાના વીડિયો શેયર કરતા રહે છે. દુબઈના આ હિંદુ મંદિરનો વીડિયો ટ્વિટર હેન્ડલ પરથી શેયર કરીને તેમણે કેપ્શનમાં લખ્યુ છે કે, શુભ મુહર્ત, દુબઈની મારી આગામી પ્રવાસ દરમિયાન હું આ મંદિરના જરુરથી દર્શન કરીશ. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ મંદિરના કેટલાક ફોટોઝ પણ સોશિયલ મીડિયા પર ફરતા થયા છે. સોશિયલ મીડિયા યુઝર આ વીડિયો-ફોટોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

أحدث أقدم