[og_img]
- કોંગ્રેસ અધ્યક્ષના ચૂંટણી પ્રભારી મધુસુદન મિસ્ત્રીએ આપી જાણકારી
- ઝારખંડના ઉમેદવાર કેએન ત્રિપાઠીનું ફોર્મ રીજેક્ટ કરવામાં આવ્યું
- મિસ્ત્રીએ કહ્યું કે નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ 8 ઓક્ટોબર
કોંગ્રેસ અધ્યક્ષ પદ માટેની ચૂંટણી હવે મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર વચ્ચે થશે. ત્રીજા ઉમેદવાર ઝારખંડના ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી કેએન ત્રિપાઠીનું નામાંકન રદ કરવામાં આવ્યું છે. જો કે, નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ 8 ઓક્ટોબર છે. તેથી ચૂંટણી યોજાશે કે નહીં તે દિવસે જ ચિત્ર સ્પષ્ટ થશે. જો કોઈ ઉમેદવારી પાછી ન ખેંચે તો ચૂંટણી થશે.
કોંગ્રેસ અધ્યક્ષના ચૂંટણી પ્રભારી મધુસુદન મિસ્ત્રીએ જણાવ્યું હતું કે ઉમેદવારોએ જમા કરાવેલા ફોર્મની ચકાસણી કરવામાં આવી છે. જેમાં 20 ફોર્મમાંથી 4 ફોર્મમાં સહીઓમાં વિસંગતતા જોવા મળી હતી, જેના કારણે તે નામંજૂર કરવામાં આવ્યા હતા. હવે આ ચૂંટણીમાં મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર આમને-સામને હશે. ઝારખંડના ઉમેદવાર કેએન ત્રિપાઠીનું ફોર્મ રીજેક્ટ કરવામાં આવ્યું.
મિસ્ત્રીએ કહ્યું કે નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ 8 ઓક્ટોબર છે. અત્યારે એવું લાગે છે કે ખડગે અને થરૂર વચ્ચે ચૂંટણી થશે. જો આ બેમાંથી એકપણ ઉમેદવારીપત્ર પાછું નહીં ખેંચેતો ચૂંટણીમાં આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
17 ઓક્ટોબરે ચૂંટણી યોજાશે
કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે 17 ઓક્ટોબરે ચૂંટણી યોજાવાની છે. ઝારખંડના કોંગ્રેસી નેતા કેએન ત્રિપાઠીએ પણ નામાંકનના છેલ્લા દિવસે શશિ થરૂર અને મલ્લિકાર્જુન ખડગે સાથે ઉમેદવારી નોંધાવી હતી. કેએન ત્રિપાઠીએ કહ્યું હતું કે, મેં આજે પાર્ટી અધ્યક્ષ પદ માટે નામાંકન ભર્યું છે. પાર્ટીના નેતાઓ જે પણ નિર્ણય લેશે તેનું સન્માન કરવામાં આવશે.” અગાઉ કેરળના કોંગ્રેસના સાંસદ શશિ થરૂર અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ ઉમેદવારી નોંધાવી હતી.
કોણ છે કેએન ત્રિપાઠી?
કૃષ્ણાનંદ ત્રિપાઠી ઉર્ફે કેએન ત્રિપાઠી ઝારખંડના છે. રાજકારણમાં જોડાતા પહેલા તેઓ એરફોર્સમાં હતા. સેનાની નોકરી છોડી રાજકારણમાં જોડાયા. 2005માં કોંગ્રેસની ટિકિટ પર ડાલ્ટનગંજ બેઠક પરથી ચૂંટણી લડી હતી. જોકે આમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. 2009માં ફરીથી ડાલ્ટનગંજ બેઠક પરથી ચૂંટણી લડ્યા અને જીત્યા. આ પછી તેમને રાજ્ય સરકારમાં ગ્રામીણ વિકાસ મંત્રી બનાવવામાં આવ્યા. જો કે 2014માં તેમને આ સીટ પરથી હારનો સામનો કરવો પડ્યો હતો.