WhatsApp outage : કેન્દ્ર સરકારે વોટ્સએપ પાસેથી માંગ્યો જવાબ, શું હવે આગળ ભારતીયોને કોઈ મુશ્કેલી નહીં પડે ?

વોટ્સએપની આ ટેકનિકલ સમસ્યાને કંપનીએ થોડા કલાકોની મહેનત બાદ બુધવારે ઉકેલી લીધી હતી અને કંપનીએ તેના પર પોતાનું સ્પષ્ટીકરણ પણ આપ્યું છે. આપને જણાવી દઈએ કે આ પ્રકારની ટેક્નિકલ સમસ્યા ગત વર્ષે ઓક્ટોબરમાં મેટાના અન્ય એપ્સમાં પણ આવી હતી.

WhatsApp outage : કેન્દ્ર સરકારે વોટ્સએપ પાસેથી માંગ્યો જવાબ, શું હવે આગળ ભારતીયોને કોઈ મુશ્કેલી નહીં પડે ?

વોટ્સેપ

છબી ક્રેડિટ સ્ત્રોત: ફાઇલ ફોટો

મંગળવારે વોટ્સએપ (વોટ્સેપ)ની સેવાઓ થોડા સમય માટે બંધ થઈ ગઈ હતી, જેના કારણે સમગ્ર વિશ્વમાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હવે આ કારણોસર ભારત સરકારના મંત્રાલય વતી વોટ્સએપ પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે બુધવારે ફેસબુકની માલિકીની મેટાને ઈન્સ્ટન્ટ મેસેજિંગની સમસ્યા (વોટ્સએપ આઉટેજ)અંગે જવાબ આપવા જણાવ્યું હતું.

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપને આ રિપોર્ટ ભારતીય કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમને સબમિટ કરવાનો રહેશે. આ ટીમ ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયની નોડલ એજન્સી છે. HTએ તેના અહેવાલોમાં એક અધિકારીને ટાંકીને કહ્યું છે કે જ્યારે પણ કોઈ આઉટેજ થાય છે, ત્યારે મંત્રાલય આ મામલામાં સામેલ કંપની પાસેથી રિપોર્ટ માંગે છે. આ અંગે મેટા પાસેથી ખુલાસો પણ માંગવામાં આવ્યો છે.

વોટ્સએપની આ ટેકનિકલ સમસ્યાને કંપનીએ થોડા કલાકોની મહેનત બાદ બુધવારે ઉકેલી લીધી હતી અને કંપનીએ તેના પર પોતાનું સ્પષ્ટીકરણ પણ આપ્યું છે. આપને જણાવી દઈએ કે આ પ્રકારની ટેક્નિકલ સમસ્યા ગત વર્ષે ઓક્ટોબરમાં મેટાના અન્ય એપ્સમાં પણ આવી હતી.

શું સમસ્યા સર્જાઈ હતી

આઉટેજ ડિટેક્શન વેબસાઇટ DownDetector એ પુષ્ટિ કરી હતી કે WhatsApp હજારો વપરાશકર્તાઓ માટે ડાઉન થયું હતું. વેબસાઇટના હીટ-મેપના આધારે, વોટ્સએપ ડાઉન થયેલા વિસ્તારોમાં મુંબઈ, દિલ્હી, કોલકાતા અને લખનૌ જેવા મોટા શહેરો હતા, ત્યારે આઉટેજના કારણે દરેક જગ્યાએ વપરાશકર્તાઓને સમસ્યા સર્જાઈ હતી.

WhatsApp વેબ પણ આઉટેજથી પ્રભાવિત થયું હતું અને એપ્લિકેશનનું વેબ ક્લાયંટ પણ કનેક્ટ થઈ રહ્યું ન હતું. WhatsApp વેબને ઍક્સેસ કરવાનો પ્રયાસ કરનાર કોઈપણ વ્યક્તિને એરર મેસેજ જોવા મળી રહ્યો હતો. ત્યારે વોટ્સએપ તરફથી સર્વર ડાઉન હોવાનું સ્વીકારવામાં આવ્યું હતું. અને ખામી દુર કરી સિસ્ટમ રિસ્ટોર કરવામાં આવી હતી.

વોટ્સએપ ફરી શરૂ થયું હતું

લગભગ બે કલાક બાદ વોટ્સએપ ફરી શરૂ થયું હતું, ત્યારે ખામી દૂર કરીને સિસ્ટમ રિસ્ટોર કરાઈ હતી. જણાવી દઈએ કે ગયા વર્ષે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપ પ્લેટફોર્મ લગભગ 6 કલાક સુધી સમગ્ર વિશ્વમાં બંધ રહ્યું, જેના પગલે અબજો યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આઉટેજના કારણે ઝ્કરબર્ગે માફી માંગી હતી. આ આઉટેજની અસર અમેરિકાના બજારમાં ફેસબુકના શેરમાં પણ જોવા મળી અને કંપનીના શેર 6 ટકા સુધી ઘટ્યા હતા. ઉલ્લેખનીય છે કે વિશ્વમાં ફેસબુકના 2.85 અબજ મંથલી એક્ટિવ યુઝર છે. જ્યારે વ્હોટ્સઅપના 2 અબજ અને ઈન્સ્ટાગ્રામના 1.38 અબજ યુઝર છે.