الأحد، 2 أكتوبر 2022
Home »
Breaking News
,
Gujarati
,
India News
,
Latest news
,
Today news
,
trending
» ગરબા રમવાની શરુઆત ક્યારે થઈ ? જાણો ગરબાનો રસપ્રદ ઈતિહાસ | When did Garba start playing Learn fascinating history of Garba
Oct 02, 2022 | 10:41 PM
TV9 GUJARATI | Edited By: Abhigna Maisuria
Oct 02, 2022 | 10:41 PM
નવરાત્રી દરમિયાન માતા દુર્ગાના અલગ અલગ રુપની પૂજા કરવામાં આવે છે. આ અવસરે જુદી જુદી જાતના ગરબા અને દાંડિયા કરવાની જૂની પરંપરા છે. ચાલો જાણીએ તેની શરુઆત ક્યારે થઈ.
ગરબા એ ગુજરાતનું પારંપકિક લોક નૃત્ય છે. તેની સાથે તે રાજસ્થાન અને દેશના જુદા-જુદા રાજ્યોમાં પણ રમવામાં આવે છે. નવરાત્રીના પહેલા દિવસે માટીના ઘડામાં છિદ્ર કરીને તેમાં દીપક પ્રગટાવવામાં આવે છે. તેમા ચાદીનો સિક્કો પણ રાખવામાં આવે છે. તેને દીપ ગર્ભ કહે છે.
આ દીપ ગર્ભની આસપાસ લોકો માતાને ખુશ કરવા માટે નૃત્ય કરે છે. તેઓ પારંપરિક પોશાકમાં નૃત્ય કરતા હોય છે. ગરબા રમવા માટે દાંડિયા, તાળી અને ચપટીનો ઉપયોગ કરવામાં આવે છે.
ગરબા રમતી વખતે માતૃશક્તિના ગીતો પણ ગાવામાં આવે છે. માનવામાં આવે છે કે, ગરબા નૃત્યુ માતાને ખુબ પ્રિય છે. લોકો એક સમૂહ બનાવીને ગરબા રમતા હોય છે. આ ગરબા વર્ષોથી ચાલે છે.
સુરત, અમદાવાદ, વડોદરા સહિત વિદેશમાં પણ મોટા સ્તર પર ગરબાનું આયોજન કરવામાં આવે છે.