અફઘાનિસ્તાનમાં (Afghanistan) શિયા મુસ્લિમોના હજારા સમુદાયને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ સમુદાય ઘણા વર્ષોથી અત્યાચારનો સામનો કરી રહ્યો છે. આવી સ્થિતિમાં, તાજેતરમાં થયેલા બોમ્બ વિસ્ફોટોમાં આ સમુદાયની મોટાભાગની છોકરીઓ અને મહિલાઓ મારી ગઇ હતી.
Image Credit source: AFP
30 સપ્ટેમ્બરે અફઘાનિસ્તાનના (Afghanistan) કાબુલમાં (Kabul)એક શૈક્ષણિક કેન્દ્ર પર ફિદાયીન હુમલો (Fidayeen attack)થયો હતો. સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ અનુસાર આ હુમલામાં 35 લોકોના મોત થયા છે. જેમાંથી મોટાભાગની વિદ્યાર્થિનીઓ હતી અને શિયા મુસ્લિમ હજારા સમુદાયની હતી. આ આત્મઘાતી હુમલામાં લગભગ 82 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમની સારવાર કરવામાં આવી રહી છે. આ જ હુમલાના વિરોધમાં રવિવારે હજારા સમુદાયની ડઝનબંધ મહિલાઓ રસ્તા પર ઉતરી આવી હતી.
અફઘાનિસ્તાનના દક્ષિણમાં આવેલા હેરાત શહેરમાં તાજેતરના સૌથી ઘાતક હુમલાઓમાં મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન તેમણે ‘શિક્ષણ અમારા અધિકારી છે, હત્યાકાંડ ગુનો છે’ના નારા લગાવ્યા હતા. સૂત્રોચ્ચાર કરતા, મહિલાઓએ હેરાત યુનિવર્સિટીથી સ્થાનિક ગવર્નર તરફ કૂચ કરી હતી. આ મહિલાઓએ પ્રદર્શન દરમિયાન કાળા હિજાબ અને હેડસ્કાર્ફ પહેર્યા હતા.
સશસ્ત્રધારી તાલિબાની પોલીસે રસ્તો રોક્યો હતો
આ મહિલાઓની કૂચને સશસ્ત્ર તાલિબાન પોલીસે રસ્તામાં અટકાવી હતી. તેમણે પત્રકારોને સમાચાર જાહેર ન કરવા પણ કહ્યું હતું. વિરોધ કરી રહેલી મહિલા વહિદા સાગરીએ કહ્યું, ‘અમારી પાસે કોઈપણ પ્રકારના હથિયાર નહોતા, અમે માત્ર સૂત્રોચ્ચાર સાથે કૂચ કરી રહ્યા હતા’. તેમણે તેમના માટે હવામાં ફાયરિંગ પણ કર્યું હતું.
મહિલાઓને યુનિવર્સિટીમાં જ પુરી દેવાઇ
મહિલાઓના અન્ય જૂથને પોલીસે યુનિવર્સિટીમાં જ અટકાવી હતી અને તેમને પ્રદર્શનમાં ભાગ લેવાની મંજૂરી આપી ન હતી. વિરોધ કરી રહેલી મહિલા ઝુલેખા અહમદીએ જણાવ્યું હતું કે ‘અમને યુનિવર્સિટીની બહાર જવા દેવામાં આવ્યા નહોતા, કારણ કે તાલિબાન દળોએ યુનિવર્સિટીનો મુખ્ય દરવાજો બંધ કરી દીધો હતો. આ સમયે અમે સૂત્રોચ્ચાર કરવા લાગ્યા અને યુનિવર્સિટીનો ગેટ ખોલવા માટે અમારો અવાજ ઉઠાવ્યો. . પરંતુ તેઓએ હવામાં ફાયરિંગ કરીને અમને ત્યાંથી બહાર ફેંકી દીધા હતા. આ દરમિયાન એક તાલિબાનીએ મહિલાઓ પર લાકડીઓથી હુમલો કર્યો હતો.