World Stroke Day: સ્ટ્રોકથી બચવા માટે તમારી જીવનશૈલીમાં કરો આ ફેરફારો

World Stroke Day 2022 : ગંભીર સ્ટ્રોકની સમસ્યાથી બચવા માટે ડાયાબિટીસ, સ્થુળતા, હાઈ બ્લડ પ્રેશર અને હ્દય રોગ સંબંધિત સમસ્યાઓને નિયંત્રણમાં રાખવાની જરુર છે. તેવામાં હેલ્ધી જીવનશૈલી ખુબ જરુરી છે.

World Stroke Day: સ્ટ્રોકથી બચવા માટે તમારી જીવનશૈલીમાં કરો આ ફેરફારો

વિશ્વ સ્ટ્રોક દિવસ

છબી ક્રેડિટ સ્ત્રોત: ફાઇલ ફોટો

આજે 29 ઓક્ટોબરને વિશ્વ સ્ટ્રોક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દરેક વર્ષે વિશ્વમાં સ્ટ્રોક આવવાની સમસ્યા વધતી જ જાય છે. આ એક સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાનો વિષય છે. આ ગંભીર સ્ટ્રોકથી બચવા માટે તમારી જીવનશૈલીમાં તમારે કેટલાક ફેરફાર કરવા જરુરી છે. તેના પ્રત્યે જાગૃતિ માટે જ દર વર્ષે વિશ્વ સ્ટ્રોક દિવસ ઉજવવામાં આવે છે. ગંભીર સ્ટ્રોકની સમસ્યાથી બચવા માટે ડાયાબિટીસ, સ્થુળતા, હાઈ બ્લડ પ્રેશર અને હ્દય રોગ સંબંધિત સમસ્યાઓને નિયંત્રણમાં રાખવાની જરુર છે. તેવામાં હેલ્ધી જીવનશૈલી ખુબ જરુરી છે.

સ્ટ્રોક એ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા છે. તેમાં લોહીના પુરવઠામાં વિક્ષેપ પડતા મગજને નુકશાન થાય છે. ચાલવામાં, બોલવામાં અને સમજવામાં તકલીફ થવી એ સ્ટ્રોકના લક્ષણો છે. હાથ, પગ કે ચહેરાનો લકવો અને નિષ્ક્રિયતા પણ સ્ટ્રોકના લક્ષણ છે. જીવનશૈલીમાં કેટલાક ફેરફાર કરીને આ સ્ટ્રોકથી બચી શકાય છે.

વોકિંગ

અઠવાડિયામાં ઓછામાં ઓછું 4 વાર 20 મિનિટ માટે વોકિંગ કરવુ જોઈએ. આ સ્ટ્રોકથી બચવા માટેની સરસ કસરત છે. તેનાથી બ્લડ શુગર લેવલને નિયંત્રણમાં લાવવામાં મદદ મળે છે. તેનાથી હ્દય સ્વસ્થ રહે છે. તેથી નિયમિત વોકિંગ કરવાની આદત પાડવી જરુરી છે.

વ્યાયામ કરો

નિયમિત રુપથી વ્યાયામ કરવાથી અનેક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા દૂર થાય છે. નિયમિત વ્યાયામ કરવાથી જીમ જવાની પણ જરુર નથી. પોતાના આખા દિવસમાંથી થોડો સમય કાઢીને યોગાસન અને વ્યાયામ જરુરીથી કરવું જોઈએ. વ્યાયામથી ડાયાબિટીસ, સ્થુળતા, હાઈ બ્લડ પ્રેશર અને હ્દય રોગ સંબંધિત સમસ્યાઓ નિયંત્રણમાં આવે છે.

ફળ અને શાકભાજી

ઋતુ પ્રમાણે ફળ અને શાકભાજીનું સેવન કરવુ જોઈએ. તેથી સ્ટ્રોકના જોખમને ઓછુ કરી શકાય છે. જે ફળોમાં સારી માત્રામાં વિટામીન સી-ઈ, પોટેશિયમ જેવા પોષક તત્ત્વો હોય તેવા ફળ અને શાકભાજીનું જરુરથી સેવન કરવુ જોઈએ. તમે ટામેટા, કેળા, તરબૂચ અને સોયાબીન જેવી વસ્તુઓને તમારી ડાયટમાં સામેલ કરી શકો છો.

ડાયટમાં કરો આ ફેરફાર

તમે ડાયટમાં માછલીનું પણ સેવન કરી શકો છે. તેમાં રહેલ ઓમેગા-3 ફેટી એસિડથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં આવે છે. હોલ ગ્રેનથી બનેલા બ્રેડના સેવનથી બચવુ જોઈએ. ઓછા ફેટ વાળા ડેરી પ્રોડક્ટસને પણ તમે ડાયટમાં સામેલ કરી શકો છો. ડાયટમાંથી હાઈ કોલેસ્ટ્રોલવાળા ફૂડને દૂર રાખવા જોઈએ.