Tuesday, November 29, 2022

પ્રમુખ માટે 1 અને ઉપપ્રમુખ માટે બે ઉમેદવારે ફોર્મ ભર્યાં | 1 candidate for President and two candidates for Vice President filled the forms

વડોદરા4 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • વકીલ મંડળની ચૂંટણીમાં જનરલ સેક્રેટરીમાં એક ફોર્મ ભરાયું
  • ઉમેદવારો માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર

વકીલ મંડલની ચૂંટણી તા.16 ડિસેમ્બરના રોજ યોજાવાની છે ત્યારે હવે વિવિધ હોદ્દા પર ફોર્મ ભરવાની શરૂઆત થઇ છે. અત્યાર સુધીમાં પ્રમુખના હોદ્દા પર એક, ઉપપ્રમુખના હોદ્દા માટે બે, જનરલ સેક્રેટરી અને ખજાનચી માટે એક એક ઉમેદવારે ફોર્મ ભર્યાં છે તો જોઇન્ટ સેક્રેટરી માટે બે અને ખજાનચી માટે એક ઉમેદવારે ફોર્મ ભર્યું છે.

ચૂંટણી અધિકારી દ્વારકેશ હરીભક્તિએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 32 ફોર્મ લઇ જવામાં આવ્યાં છે. પ્રાપ્ત થયેલી માહિતી મુજબ આજે પ્રમુખ પદ માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સભ્ય અને વડોદરા વકીલ મંડળના વર્તમાન પ્રમુખ નલીન ભટ્ટે આજે ફોર્મ ભર્યું હતું. જ્યારે ઉપપ્રમુખ પદ માટે રાહુલ ભટ્ટ અને રાજુ ધોબીએ ફોર્મ ભર્યા છે. જનરલ સેક્રેટરી માટે રિતેશ ઠક્કર અને ખજાનચી માટે નીમીષા ધોત્રેએ ફોર્મ ભર્યું છે. જોઇન્ટ સેક્રેટરીમાં નેહલ સુતરીયા અને મયંક પંડ્યાએ ફોર્મ ભર્યા છે તો લાઇબ્રેકી સેક્રેટરી માટે જેમ્સ મેકવાને આજે ફોર્મ ભર્યું હતું.

પ્રાપ્ત થયેલી માહિતી મુજબ વકીલ મંડલની ચૂંટણીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર હોવાના કારણે હવે બે દિવસમાં વિવિધ હોદ્દા માટે ચૂંટણી લડવા માગતા ઉમેદવારોએ ફોર્મ ભરી દેવાના રહેશે અને તેના કારણે બે દિવસમાં મોટી સંખ્યામાં ફોર્મ ભરાશે તેમ માનવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે હવે દર વર્ષે ડિસેમ્બર માસના ત્રીજા શુક્રવારે સમગ્ર રાજ્યમાં વકીલ મંડળની ચૂંટણી યોજવાનું ઠરાવ્યું હોવાના કારણે હવે દર વર્ષે સમયસર ચૂંટણી થઇ રહી છે. વડોદરા વકીલ મંડળની ચૂંટણી માટે પણ નોટીફિકેશ બહાર પડ્યાં બાદ હવે વિવિધ પદ માટે વકીલોએ ફોર્મ ભરવાની શરૂઆત કરી છે. અત્યાર સુધીમાં પ્રમુખના હોદ્દા માટે એક ફોર્મ ભરાયું છે ત્યારે આજે આ હોદ્દા પર વધુ ફોર્મ ભરાય તેવી સંભાવના છે. આજરોજ પ્રમુખ પદ માટે નલીન પટેલે ફોર્મ ભર્યું હતું જે ગત વર્ષે પ્રમુખ પદ પર વિજેતા બન્યા હતા.

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર છે અને ત્યાર બાદ 3 ડિસેમ્બરના રોજ ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને તા.4 ડિસેમ્બર સુધીમાં કોઇ પણ ઉમેદવાર ફોર્મ પરત કેચી શકશે અને તા.16 ડિસેમ્બરના રોજ મતદાન થશે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: