એશિયાની ટોપ 100 યુનિવર્સિટીઓનું લીસ્ટ જાહેર, ભારતની માત્ર 7 યુનિવર્સિટીનો સમાવેશ

[og_img]

  • ભારતની માત્ર 9 યુનિવર્સિટીઓનો ઓવરઓલ લીસ્ટમાં સમાવેશ
  • IIT બોમ્બે 68.7ના સ્કોર સાથે ભારતની ટોચની યુનિવર્સિટી બની
  • JNU ટોપ 100 યુનિવર્સિટીઓનું લીસ્ટ માંથી બહાર

હાયર અને ટેકનીકલ સંસ્થાઓની QS એશિયા યુનિવર્સિટી રેકિંગ 2023 જાહેર કરવામાં આવ્યું છે. જુદા જુદા માપદંડોને આધારે 760 એશિયન યુનિવર્સિટીઓનું મૂલ્યાંકન કરીને આ રેન્કિંગ કરવામાં આવ્યું છે. આ રેન્કિંગમાં ચીનની પેકિંગ યુનિવર્સિટી પુરેપુરા 100 પોઈન્ટ સાથે ટોપ પર છે. ગત વર્ષે પહેલા નંબરે રહેલ નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપોર આ વર્ષે બીજા ક્રમે રહી છે. આ રેન્કિંગ લીસ્ટમાં ટોપ 100 યુનિવર્સિટીઓની લીસ્ટમાં ભારતની માત્ર 7 યુનિવર્સિટીઓનો સમાવેશ થયો છે. નીચે જુઓ ભારતની ટોપ 7 યુનિવર્સિટીઓ કઈ કઈ છે.

1. IIT બોમ્બે

QS એશિયા યુનિવર્સિટી રેન્કિંગમાં સ્થાન મેળવનારી પ્રથમ ભારતીય યુનિવર્સિટી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી બોમ્બે (IITB) છે. તે 68.7ના સ્કોર સાથે 40મા ક્રમે છે.

2. IIT દિલ્હી

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી દિલ્હી, (IIT દિલ્હી) 64.9 સ્કોર મેળવીને 46માં ક્રમે છે.

3. IISC બેંગ્લોર

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ, (IISC) બેંગ્લોર એશિયા યુનિવર્સિટી રેન્કિંગ 2023માં 59.4 સ્કોર સાથે 52મા ક્રમે છે.

4. IITM, ચેન્નાઈ

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી મદ્રાસ (IITM) એ એશિયા યુનિવર્સિટી રેન્કિંગ 2023માં 59 સ્કોર સાથે 53મો ક્રમ મેળવ્યો છે.

5. IIT ખડગપુર

ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી, ખડગપુર (IIT-KGP)ને આ લીસ્ટમાં 55.4 સ્કોર સાથે 61મો ક્રમ મળ્યો છે.

6. IIT કાનપુર

કયુંએસ એશિયા યુનિ. રેન્કિંગ 2023માં ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી, કાનપુર (IIT Kanpur)ને 52.4 સ્કોર સાથે 66મો ક્રમ મળ્યો છે.

7. દિલ્હી યુનિવર્સિટી

QS એશિયા યુનિ. રેન્કિંગ 2023ની ટોપ 100 યુનિવર્સિટીઓમાં દિલ્હી યુનિવર્સિટી(DU) છેલ્લી યુનિવર્સિટી છે. જેને 47.1 સ્કોર સાથે 85મો ક્રમ મળ્યો છે.

તો આ સાથે IIT રૂડકીને 4૦.3 સ્કોર સાથે 114મો ક્રમ અને JNUને 38.8 સ્કોર સાથે 119મો ક્રમ મળ્યો છે.


Previous Post Next Post