Thursday, November 17, 2022

સ્વિસ બેંકમાં ખાતું ધરાવતા સુરત, વડોદરાના 100થી વધુ લોકોને ITની નોટિસ

આઇટી અધિકારીએ જણાવ્યું હતું કે અત્યારે વિદેશથી સુરતના ખાતેદારની જે વિગતો આવી છે તેના આધારે નોટિસ પાઠવીને જવાબ માંગવામાં આવ્યા છે.

TV9 ગુજરાતી

| સંપાદિત: માનસી ઉપાધ્યાય

નવેમ્બર 17, 2022 | 10:10 A.M

IT વિભાગની ઈન્વેસ્ટિગેશન વિંગે  સુરત અને વડોદરાના 100થી વધુ લોકોને  નોટિસ પાઠવી છે.  વિદેશમાં બ્લેકમની મોકલનારાઓને ડિમાન્ડ નોટિસ મોકલવામાં આવશે . આ ઘટનામાં તમામ ખાતેદારોને નોટિસ પાઠવીને જવાબ માગવામાં આવ્યા છે અને બ્લેકમની મોકલનારાઓને ડિમાન્ડ નોટિસ મોકલવામાં આવે એવી સંભાવના છે. હાલ અધિકારીઓ દરેક એકાઉન્ટની વિગતો મેળવીને કેટલાં રૂપિયા વિવિધ દેશોમાં જમા થયા છે તેની વિગતો એકત્રિત કરી રહ્યા છે. આઇટીનું  ફોરેન ઇન્વેસ્ટમેન્ટ યુનિટ સમગ્ર કાર્યવાહી કરી રહ્યું છે. આઇટી અધિકારીએ જણાવ્યું હતું કે અત્યારે વિદેશથી સુરતના ખાતેદારની જે વિગતો આવી છે તેના આધારે નોટિસ પાઠવીને જવાબ માંગવામાં આવ્યા છે. આ અધિકારીઓ વિદેશ મંત્રાલય મારફત જે તે દેશના ઉચ્ચ અધિકારીઓ સાથે પણ સંકલનમાં છે. બેન્ક પાસે વિગતવાર માહિતી પણ માંગવામાં આવી રહી છે.

Related Posts: