Monday, November 28, 2022

રાજુલાના માંડળ ગામ નજીક સુરતથી દિવ જઈ રહેલી ખાનગી બસ પલટી, 15થી વધુ મુસાફારોને સામાન્ય ઈજા, ડ્રાઇવર બસ મૂકી ફરાર | A private bus going from Surat to Diu overturned near Mandal village in Rajula, more than 15 passengers sustained minor injuries, the driver fled the bus.

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • A Private Bus Going From Surat To Diu Overturned Near Mandal Village In Rajula, More Than 15 Passengers Sustained Minor Injuries, The Driver Fled The Bus.

અમરેલી5 મિનિટ પહેલા

  • કૉપી લિંક

અમરેલી જિલ્લાના રાજુલાના માંડણ ગામ નજીક વહેલી સવારે સુરતથી દિવ તરફ જઈ રહેલી ખાનગી બસ પલટી ખાઈ હતી. જેથી અકસ્માત થતા બસમાં સવાર મુસાફરોના જીવ ટાળવે ચોટ્યાં હતા. અકસ્માતમાં 40 જેટલા મુસાફરો સવાર હતા જેનો આબાદ બચાવ થયો છે. જોકે, 15થી વધુ મુસાફરોને સામાન્ય ઈજા પહોંચી છે.
40 જેટલા મુસાફરો બસમાં સવાર હતા
માંડણ ગામ નજીક ખોડિયાર ટ્રાવેલ્સના ડ્રાઇવર સ્ટેરીંગપરથી કાબુ ગુમાવી દેતા બસ રોડ નીચે ઉતરી ગયા બાદ પલટી મારી ગઈ હતી. જેથી મુસાફરોમાં અફરાતફરી મચી હતી. આ બસમાં 40 જેટલા મુસાફરો સવાર હતા. જેમાંથી 15થી વધુ મુસાફરોને સામાન્ય ઇજાઓ થતા તેઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતા. અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો તેમજ ડુંગર પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી છે. જોકે, અકસ્માત સર્જાયા બાદ બસ ચાલક ફરાર થઈ ગયો હતો.
​​​​​​​તમામનો આબાદ બચાવ થતા રાહત
ખાનગી ટ્રાવેલ્સ બસનો અકસ્માત થતા 40 જેટલા લોકો બસમાં સવાર હતા પરંતુ સદનસીબે તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો. જેના કારણે બધાએ રાહતનો શ્વાસ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે…