ડાંગ (આહવા)15 મિનિટ પહેલા
- કૉપી લિંક

પોલીસ પરેડ ગ્રાઉન્ડ સ્થિત પોલીસ ભવન ખાતે યોજાયેલા મતદાન સહિત દિવ્યાંગ, અશક્ત, અને વરિષ્ઠ મતદારો માટે નોંધાયેલા કુલ 1672 મતદારો પૈકી 1170 મતદાતાઓએ મતદાન કર્યું હતુ. મતદાન પ્રક્રિયાનુ સ્થળ નિરીક્ષણ કરવા માટે સંબંધિત અધિકારી/કર્મચારીઓ ઉપરાંત, જિલ્લા ચૂંટણી અધિકારી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પણ મતદાન મથકની મુલાકાત લીધી હતી.

718 EDC ઈસ્યુ કરાયા
પોસ્ટલ બેલેટ (મતદાન) માટેના નોડલ ઓફિસર તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, ડાંગ જિલ્લામા આજે આહવાના પોલીસ ભવન ખાતે યોજાયેલા પોસ્ટલ બેલેટ મતદાન માટે 244 પોલીસ જવાનો સહિત 500 GRD અને 404 હોમગાર્ડ જવાનો મળી કુલ 1148 મતદાતાઓ ઉપરાંત 426 અન્ય મતવિસ્તારના મતદારો તથા 98 PWD અને 80થી વધુ ઉંમરના મતદારો મળી કુલ 1672 મતદારો નોંધાયેલા છે. જ્યારે 718 EDC પણ ઈસ્યુ કરાયા છે.


અન્ય સમાચારો પણ છે…