Monday, November 28, 2022

2 દિવસમાં 15 હજાર ચૂંટણી કર્મચારીઓએ મતદાન કર્યું | 15 thousand election workers voted in 2 days

અમદાવાદ17 મિનિટ પહેલા

  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar

ફાઈલ તસવીર

  • 25થી 27મી સુધી બેલેટ પેપરથી વોટિંગ થયું
  • શહેર-જિલ્લાના 32 હજાર કર્મીઓનું મતદાન

ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંતર્ગત બેલેટ પેપરથી મતદાન શરૂ થઇ ગયું છે. અમદાવાદમાં ચૂંટણીમાં જોડાયેલા તમામ કર્મચારીઓ માટે 25થી 27મી નવેમ્બર દરમિયાન મતદાન કરવાની વ્યવસ્થા કરાઈ હતી, જેમાં 25 અને 26 નવેમ્બરે 14,996 કર્મચારીઓએ મતદાન કર્યું હતું, જ્યારે રવિવારે મોડી રાત સુધી મતદાન પ્રક્રિયા ચાલી હતી.

વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયામાં અમદાવાદ શહેર અને જિલ્લામાં કુલ 31,635 સરકારી કર્મચારીઓ જોડાયેલા છે. આ કર્મચારીઓ માટે બેલેટ પેપેરથી મતદાન કરવાની વ્યવસ્થા કરાઈ હતી. પ્રથમ બે દિવસમાં 50 ટકાથી વધુ કર્મચારીઓનું મતદાન બાકી હતું. આ ઉપરાંત રવિવારે લગ્ન પ્રસંગો વધુ હોવાના લીધે 27 નવેમ્બરના રોજ છેલ્લે દિવસે મોડી રાત સુધી મતદાન પ્રક્રિયા ચાલી હતી.

5 વર્ષમાં 8 લાખથી વધુ મતદાર વધ્યા

વિધાનસભાની ચૂંટણીમાં છેલ્લા પાંચ વર્ષમાં 8 લાખથી વધુ મતદારો વધ્યા છે. કુલ 60,04,739 મતદારો છે, જેમાં 31,23,306 પુરુષ, 28,81,224 મહિલા અને 209 અન્ય મતદારો છે. ઘાટલોડિયા વિધાનસભામાં સૌથી વધુ 4,28,542 મતદારો નોંધાયા છે. આ વખતે પણ મતદારયાદીમાં નામ ડિલિટ થયાની ફરિયાદો ઊઠી હતી.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: