જૂનાગઢમાં 2નાં મોતનો બનાવ, દારૂની સાથે સાઈનાઈડ ભેળવ્યું’તું | 2 died in Junagadh, cyanide was mixed with alcohol

જૂનાગઢએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • ગાંધીચોકમાં સોમવારે રાત્રીના બનાવ બન્યો’તો
  • આતંકવાદીઓ પોતાની સાથે રાખતા હોય આ ઝેર રીક્ષા ચાલકો પાસે કેમ પહોંચ્યું ?

જૂનાગઢના ગાંધીચોક વિસ્તારમાં ગત સમીસાંજે બે રિક્ષાએ ચાલકોએ નશો કરવા માટે મેળવેલા પદાર્થમાં અત્યંત ઘાતકી ઝેર એવા પોટેશિયમ સાઇનાઇડ મળી આવતા તંત્ર ચોકી ઉઠ્યું છે. ગઈકાલની ઘટના બાદ રાતભર પોલીસે ઘટના સ્થળ ઉપરથી મેળવેલા કેફીપીણાંમાં શું છે? તે શોધવાની મથામણ કરી હતી. દરમિયાન તપાસ કરનાર ફોરેન્સિક વિભાગના અધિકારીઓ એ તારણ ઉપર આવ્યા છે કે, ઈંગ્લીશ દારૂની સાથે પોટેશ્યમ સાઇનાઇડ ભેળવાયું હતું અને એના કારણે ગણતરીની મિનિટોમાં તેનું સેવન કરનાર રફીક ઘોઘારી અને ભરત છગન પીઠીયા નામના બે વ્યક્તિના મોત થયા હતા.

એડિશ્નલ ડીજીપી રાજકુમાર પાંડિયન અને જૂનાગઢ ફોરેન્સિક વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર દ્વારા સંબોધવામાં આવેલી પત્રકાર પરિષદમાં દારૂની સાથે પોટેશિમ સાઇનાઇડ ભેળવવામાં આવ્યું હોવાનો ખુલાસો કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં એક મૃતકના ગુપ્તભાગમાં કોઈ નિશાન પણ મળી આવ્યા હતા જેથી મામલો સજાતીય સબંધોનો હોવાનું પણ બહાર આવી રહ્યું છે.

પોલીસ તપાસમાં લઠ્ઠાકાંડનો છેદ ઉડી ગયો હોવાથી તંત્રએ હાશકારો તો અનુભવ્યો છે. પરંતુ સૌથી મહત્વનો પ્રશ્ન પોટેશિયમ સાઇનાઇડ ક્યાંથી લાવવામાં આવ્યું? તેનો જવાબ શોધવામાં પોલીસે કવાયત હાથ ધરી છે જેમાં છેલ્લા ત્રણ દિવસમાં આ બંને મૃતકો ક્યાં ક્યાં ગયા હતા, કોને કોને મળ્યા હતા તેની તપાસ પણ શરૂ કરી છે. સાથે અત્યંત ઘાતકી એવું ઝેર કોણે ભેળવ્યું ? અથવા તો આત્મહત્યા માટે ઝેર ભેળવ્યું કે હત્યાનો પ્રયત્ન હતો? એ મામલે પણ તપાસ કરવામાં આવી રહી છે. જૂનાગઢના ભરચક એવા ગાંધીચોકમાં નશો કરવા માટે રિક્ષા ચાલકોએ રિક્ષામાં બેસીને જે પદાર્થ પીધો એ ક્યાંથી આવ્યો હતો તેની તપાસમાં પણ પોલીસને કડીઓ હાથ લાગી છે. જોકે હજુ સુધી કોઈ ચોક્કસ તારણો બહાર આવ્યા નથી.

પોટેશિયમ સાઇનાઇડનું સેવન કરતા જ પેથોલોજીકલ ગંભીર સ્થિતિ ઉભી થાય છે
વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો સાઇનાઇડ એક રાસાયણિક એજન્ટ છે તેનું સેવન કરતાની સાથે જ વ્યક્તિ સભાનતા ગુમાવે છે. શ્વસન તંત્રમાં લકવો મારી જાય છે અને હૃદયના સ્નાયુઓ અવરોધિત થતા જ મૃત્યુ પામે છે. આ એક એવું ઝહેર છે જે તત્કાલ મોત આપી શકે છે. પરંતુ તે કેટલા પ્રમાણમાં લીધું છે તેના પર નિર્ભર છે. સામાન્ય રીતે આ ઘાતકી ઝહેર લાઇસન્સ ધરાવતી વ્યક્તિ પાસે જ હોઈ છે અને તેનો વપરાશ કર્યાના પુરાવા પણ આપવા પડે છે.
આ ઘટનામાં સોર્સ ઓફ સાઇનાઇડ શું?
ગાંધી ચોકમાં બનેલી ઘટનામાં બે વ્યક્તિઓને ઝેરી પદાર્થ પિવાથી મોત થયા છે. ફોરેન્સિક વિભાગ દ્વારા તપાસના અંતે એવું બહાર આવ્યું છે કે, મૃતકના શરીરમાં દારૂની સાથે સાઇનાઇડ પણ ભળેલું છે. હવે આ સાઇનાઇડ આવ્યું ક્યાંથી એ તપાસનો વિષય છે, પરંતુ તપાસની દિશા માત્ર કેમિકલ સાઇનાઇડ પર છે. કારણ કે, સાઇનાઇડ કેટલાક ફ્રૂટના બીમાં પણ હોય છે તેને બાયોલોજિકલ અવેલેબિલીટી કહેવામાં આવે છે. પરંતુ અહીં જે ભેળસેળ કરવામાં આવી છે એ કેમિકલ સાઇનાઇડ છે અને ક્યું કેમિકલ ભેળવાથી સાઇનાઇડની હાજરી જોવા મળી તે તપાસનો વિષય છે. પરંતુ નેઇલ પોલિશ રિમૂવર અને આફ્ટર શેવ લોશનની ભેળસેળ કરવામાં આવ્યું હોવા અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. ફોરેન્સિકના રિપોર્ટ મુજબ જ મૃતકના શરીરમાંથી જે સાઇનાઇડ મળ્યું છે એ કેમિકલ ભેળવવાથી થયું હોઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે…

Previous Post Next Post