Sunday, November 27, 2022

20 દિવસમાં ચૂંટણી કંટ્રોલ રૂમમાં 311 ફરિયાદ આવી, 306નો નિકાલ | In 20 days, 311 complaints were received in the election control room, 306 were disposed of

પાટણ6 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • રાજકિય પાર્ટીઓની 13, મીડિયા 2, ચૂંટણી વિભાગ 12 અને જિલ્લાના લોકોની 284 રજૂઆત
  • કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલે આપના ઉમેદવાર લાલેશ ઠક્કર વિરોધ બદનામી કરતા લખાણ વાળી પોસ્ટ શેર કરવા મામલે રજૂઆત કરી

પાટણમાં ચૂંટણીના પ્રચાર દરમિયાન રાજકીય પાર્ટીના ઉમેદવારો એકબીજા ઉપર આચારસંહિતા ભંગની વિવિધ રજૂઆતો ઉપરાંત લોકો દ્વારા ચૂંટણીલક્ષી વિવિધ ફરિયાદ મળી 20 દિવસમાં કુલ 311 રજૂઆતો થઈ છે. પાટણ વિધાનસભાના ઉમેદવાર કિરીટ પટેલ શનિવારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર લાલેશ ઠક્કર વિરોધ બદનામી કરતા લખાણ વાળી પોસ્ટ શેર કરવા મામલે રજૂઆત કરી હતી.

પાટણ જિલ્લામાં 3 નવેમ્બર આચારસંહિતા લાગુ થયા બાદ ચૂંટણી અનુસંધાન ફરિયાદ માટે કલેક્ટર કચેરી ખાતે શરૂ કરાયેલ કંટ્રોલરૂમમાં ચારેય વિધાનસભામાંથી કુલ 311 ફરીયાદ મળી હતી. જેમાં રાજકીય પાર્ટીની 13, મીડિયામાંથી 2, ચૂંટણી પંચમાંથી 12 અને જનરલ જિલ્લામાંથી 284 ફરિયાદ મળી હતી.

જેમાંથી તંત્ર દ્વારા 306 ફરિયાદનો નિકાલ કરાયો છે. 5 પેન્ડિંગ છે. મોટાભાગની ફરિયાદો ચૂંટણી કાર્ડના મળ્યા હોવાની તેમજ પોસ્ટરો અનુસંધાનની હતી. અત્યાર સુધીમાં ચંદનજીના ભાષણવાળો વિડિયો તેમજ લાલેશ ઠક્કરે કરેલ પોસ્ટ એમ બે જ રજૂઆતોમાં તપાસ ચાલુ છે. અન્ય તમામમાં કોઈ વાંધાજનક પુરાવા ના મળતા ફરિયાદ નોંધાવી નથી.

લાઉડ સ્પીકર વગાડવા મામલે ભાજપના 2 કાર્યકરોની ફરિયાદ
ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકીય પક્ષો એકબીજાના ઉમેદવારોના વિવિધ વિડીયો કાર્યક્રમ અને પ્રવૃત્તિઓ અંગે વાંધા ઉઠાવી ફરિયાદો કરી રહ્યા છે. જેમાં શુક્રવારે ભાજપના 2 કાર્યકરો દ્વારા કોંગ્રેસ દ્વારા સમયમર્યાદા બહાર રાત્રે લાઉડ સ્પીકર વગાડાતા હોવાની કંટ્રોલ રૂમમાં ફરિયાદ કરી હતી.

અલગ અલગ બે રજૂઆતોમાં તપાસ ચાલુ
પાટણ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કિરીટભાઈ પટેલ વિરુદ્ધ ઠાકોર સમાજમાં દુષ્પ્રચાર અને બદનક્ષી થાય તેવી પ્રેસનોટ બનાવી સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ કરવા અંગે કોંગ્રેસના ઉમેદવારે મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારીને લેખિત રજૂઆત કરી આપના ઉમેદવાર લાલેશ ઠક્કરે સોશિયલ મીડિયામાં વાયરલ કરી હોવાથી તેમની સામે ગુનો દાખલ કરવા માગણી કરી છે.આ અંગે જિલ્લા પોલીસ અધિક્ષક વિજયકુમાર પટેલે ડીવાયએસપી સિદ્ધપુરને ઇન્કવાયરી સોંપી છે. ઉમેદવાર લાલેશભાઈ ઠક્કરે જણાવ્યું કે ચૂંટણીમાં વ્યસ્ત હોવાથી ગ્રુપમાં આવેલી પોસ્ટ કદાચ ફોરવર્ડ થઈ હોય બાકી મેં બનાવી નથી.

પાટણ બેઠક પર સૌથી વધુ ફરિયાદ
રાધનપુર – 60
ચાણસ્મા – 55
પાટણ – 163
સિદ્ધપુર – 33

અન્ય સમાચારો પણ છે…

Related Posts: