Friday, November 25, 2022

વડોદરામાં સુરસાગર કિનારે નો-પાર્કિંગ ઝોનમાં વાહનચાલકો પાસેથી દંડની અવેજમાં રૂ. 200ની લાંચ લેતો ASI ઝડપાયો | ASI caught taking bribe of Rs. 200 at Sursagar in Vadodara

વડોદરાએક કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર.

શહેરના સુરસાગર કિનારે નો-પાર્કિંગ ઝોનમાં વાહનચાલકોના પાર્ક કરેલા વાહનોના દંડને બદલે લાંચ લેતા ટ્રાફિકના ASIને લાંચ રુશ્વત ખાતા દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. ASIને 200 રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો છે.

રૂ. 100થી 4 હજાર પડાવતો
ACBના પીઆઇ એમ.કે. સ્વામીને વડોદરા શહેર ટ્રાફિકના પોલીસ કર્મચારીઓ મ્યુઝિક કોલેજની સામે સુરસાગર તળાવના કિનારે નો-પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલા ફોરવ્હીલ વાહનોના વ્હીલને લોક મારી વાહન માલિક પાસેથી કાયદેસરની કાર્યવાહી કર્યા વગર અને દંડની પાવતી આપતા નથી. તેમજ લાંચ તરીકે 100 રૂપિયાથી લઇને 4 હજાર રૂપિયા સુધીની રકમ પડાવતા હોવાની બાતમી મળી હતી.

ACBએ રંગેહાથ ઝડપ્યો
આથી આજે મ્યુઝિક કોલેજની સામે સુરસાગર તળાવના કિનારે નો-પાર્કિંગ ઝોન ખાતે સહકાર આપનાર ડીકોયરનો વાહન સાથે સહકાર મેળવી, લાંચના ડીકોય છટકાનું આયોજન કરતાં વડોદરા શહેર ટ્રાફિક શાખાના ASI ભીખાભાઇ મલંગભાઇ મન્સુરી 200 રૂપિયાની લાંચની માગણી કરી હતી. જે સ્વિકારી કોઇ પણ જાતની પહોંચ કે પાવતી આપ્યા વગર સ્થળ ઉપર રંગેહાથે પકડાઇ ગયા હતા. આરોપી ASI ભીખાભાઇ મલંગભાઇ મન્સુરી (રહે. C/4, સોહીલ પાર્ક, મરીયમ પાર્કની સામે, તાંદલજા રોડ, વડોદરા)ને કોવિડ-19 અન્વયે ડિટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: