ગુજરાત ચૂંટણી 2022 BTP એ ઉમેદવારોની બીજી યાદી બહાર પાડી

ગુજરાત ચૂંટણી 2022: વિધાનસભાની ચૂંટણીને લઈને એક પછી એક રાજકીય પાર્ટીઓ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી રહી છે. આ કડીમાં હવે ભારતીય ટ્રાયબલ પાર્ટીએ બીજી યાદી જાહેર કરી છે. ભારતીય ટ્રાયબલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા ઝઘડીયા બેઠક પરથી ચૂંટણી લડશે.

બેઠક- ઉમદવારનું નામ

1. (152) ઝઘડીયા- મહેશ છોટુભાઈ વસાવા
2. (149) દેડિયાપાડા- બહાદુરસિંગ દેવજીભાઈ વસાવા
3. (29) ખેડબ્રહ્મા- રવજીભાઈ વેલજીભાઈ પાંડોર
4. (138) જેતપુર પાવી- નરેન્દ્રભાઈ ગુરજીભાઈ રાઠવા
5. (154) અંકલેશ્વર- નીતિનકુમાર રતિલાલ વસાવા
6. (156) માંગરોળ- સુભાસભાઈ કાનજીબાઈ વસાવા

રીલ્સ

સોમાભાઈ પટેલે અપક્ષ ચૂંટણી લડવાની કરી જાહેરાત

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને હલચલ વધી રહ્યી છે. ત્યારે પૂર્વ ધારાસભ્ય સોમાભાઈ પટેલે અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. સુરેન્દ્રનગરની ચોટીલા બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડવાની  જાહેરાત કરી છે.  2017માં કોંગ્રેસમાંથી ચૂંટણી જીત્યા બાદ પક્ષપલટો કર્યો છે.  ભાજપમાંથી ટિકિટ ન મળતા સોમાં પટેલ અપક્ષ ચૂંટણી લડશે. ભૂતકાળમાં સોમાં પટેલ સાંસદ તરીકે ચૂંટાયેલા છે. સોમાભાઈ પટેલ કોળી સમાજમાં વર્ચસ્વ ધરાવે છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ગુજરાતનો રાજકીય માહોલ ગરમ છે ગુજરાતની ચૂંટણીમાં દરરોજ નવા રાજકીય સમીકરણો તૈયાર થવા લાગ્યા છે. આજે સોમા ગાંડા પટેલે અપક્ષ ફોર્મ ઊપડતાં નવા જૂનીના એંધાણ છે. ખૂબ સોમા પટેલ સુરેન્દ્રનગરની ચોટીલા બેઠક પરથી અપક્ષ મેદાને ઉતરશે. ચોટીલા બેઠક પર વર્તમાનમાં કોંગ્રેસના ઋત્વીક મકવાણા ધારાસભ્ય છે અને ચોટીલા બેઠક પર કોળી સમાજનું પ્રભુત્વ છે.

BJP રીવાબા, હાર્દિક, શંકર ચૌધરી, અલ્પેશ સહિતના આ ચહેરાઓને આપી શકે છે ટિકિટ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને હલચલ વધી રહ્યી છે. મંગળવારે (8 નવેમ્બર) દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને ગુજરાત ચૂંટણીને લઈને ભાજપના કોર ગ્રૂપની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના મોટા નેતાઓ હાજર રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ હિમાચલ પ્રદેશની જેમ ગુજરાતમાં પણ ઘણા વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે.

ભાજપ 20થી 25 ટકા ધારાસભ્યોની ટિકિટ કાપી શકેઃ

અમિત શાહના નિવાસસ્થાને બેઠક બાદ તમામ નેતાઓ પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાના નિવાસસ્થાને પહોંચ્યા હતા. અહીં અમિત શાહ, જેપી નડ્ડાએ ગુજરાતના પાર્ટી નેતાઓ સાથે વિધાનસભા ચૂંટણીના ઉમેદવારો અંગે વિચારણા કરવા બેઠક યોજી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ભાજપ 20થી 25 ટકા ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે. ઘણા વરિષ્ઠ ધારાસભ્યોની ટિકિટ પણ કાપવામાં આવશે. અગાઉ સોમવારે અમિત શાહના નિવાસસ્થાને મેરેથોન બેઠક યોજાઈ હતી જેમાં ગુજરાત ભાજપના નેતાઓએ ભાગ લીધો હતો.

أحدث أقدم