Tuesday, November 22, 2022

બારકોડવાળી મતદાર માહિતી સ્લિપ આપવાનું ચાલુ થયું, 23 લાખ છપાઈ | Barcoded voter information slips started, 23 lakhs printed

રાજકોટ43 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • સ્લિપની પાછળ મતદાન મથકનું ગૂગલ લોકેશન પણ અપાશે

રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્રએ મતદારોને મતદાન મથક માહિતી સ્લિપ આપવાની કામગીરીનો આરંભ કર્યો છે. 23 લાખથી વધુ સ્લિપનું વિતરણ બીએલઓ દ્વારા કરાશે સૌથી મહત્ત્વની વાત છે કે આ વખતે બારકોડેડ સ્લિપ હશે.

વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને જિલ્લા ચૂંટણીતંત્રએ 2307237 મતદાર માહિતી સ્લિપ છાપી છે અને તેને વિધાનસભા બેઠક મુજબ જે તે બીએલઓ સુધી પહોંચાડી દેવાઈ છે અને બીએલઓ તે ઘરે ઘરે પહોંચાડશે. આગામી 5 દિવસમાં જ આ કામગીરી પૂરી કરી દેવાશે. ખાસ વાત એ છે કે આ વખતે ફોટોને બદલે બારકોડ પ્રિન્ટ કરવામાં આવ્યો છે.

આ બારકોડ સ્કેન કરતાં જ મતદારની વિગતો મળી રહેશે. તેમજ મતદારનું નામ, વિધાનસભા મત વિસ્તાર, મતદાર ઓળખપત્ર નંબર, ભાગ નંબર તથા ભાગનું સરનામું, મતદારનો ક્રમાંક, મતદાન મથકનું નામ, સી.ઇ.ઓ.ની વેબસાઇટ, સી.ઇ.ઓ. કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર 1950 જેવી વિગતો દર્શાવાઈ છે. સ્લિપની પાછળની બાજુએ મતદાન મથકનો ગૂગલ મેપ પણ આપવામાં આવ્યો છે જેથી મતદાન મથક સુધી સરળતાથી પહોંચી શકાશે.

સ્લિપની સાથે ચૂંટણી પંચે માન્ય કરેલા આ પૈકી કોઇ એક પુરાવાથી કરી શકાશે મતદાન

  • આધારકાર્ડ
  • ફોટો સાથેનો પેન્શન દસ્તાવેજ
  • મનરેગા જોબકાર્ડ
  • કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, જાહેરસાહસો અને પબ્લિક લિમિટેડ કંપનીઓના કર્મચારીઓને આપવામાં આવેલું ફોટો ધરાવતું ઓળખકાર્ડ
  • બેંક અથવા પોસ્ટ ઓફિસની ફોટો સહિતની પાસબુક
  • સાંસદ, ધારાસભ્યને અપાયેલું અધિકૃત ઓળખકાર્ડ
  • શ્રમ મંત્રાલયનું હેલ્થ ઇન્સ્ટરન્સ સ્માર્ટ કાર્ડ
  • યુનિક ડિસેબિલિટી આઈ.ડી. (UDID) કાર્ડ
  • ડ્રાઇવિંગ લાઈસન્સ
  • એન.પી.આર. હેઠળ આર.જી.આઈ.ના સ્માર્ટ કાર્ડ
  • ભારતીય પાસપોર્ટ

અન્ય સમાચારો પણ છે…

Related Posts: