ભાલેજ ઓવર બ્રિજ પર બસની બ્રેક ફેઇલ થતાં 25 મુસાફરોના શ્વાસ અધ્ધર | 25 passengers lost their breath due to brake failure of bus on Bhalej over bridge

આણંદ4 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ચાલકની સમયસૂચકતાથી અકસ્માત ટળ્યો

અમદાવાદ થી આણંદ તરફ આવી રહેલી એસટી બસની ભાલેજ ઓવર બ્રિજ પર એકાએક બ્રેક ફેઇલ થતાં 25 મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા. જો કે ચાલકે સમય સૂચકતા વાપરીને બસને ઓવરબ્રીજની સંરક્ષણ દિવાલ સાથે અથડાડી ઉભી કરી દેતા દુર્ઘટના ટળી હતી.

અમદાવાદ- આણંદ રૂટ પર મંગળવારે બપોરે 3.30 કલાકે બારેજા ડેપોની બસ અમદાવાદથી આણંદ તરફ મુસાફરો ભરીને ડેપોમાં જઇ રહી હતી. આ સમયે ભાલેજ ઓવરબ્રિજ પર એકાએક એસટી બસની બ્રેક ફેઇલ થઇ ગઇ હતી. આ સમયે બસના ચાલકે બસને ઉભી રાખવા માટે પ્રયત્નો કરવા છતાં 500 મીટર સુધી બસ દોડતા મુસાફરો ચીસાચીસ કરી મુકી હતી.

માર્ગ પર પસાર થતાં વાહન ચાલકોએ એસટી બસને જવા માટે રસ્તો કરી આપ્યો હતો. બસના ચાલકે સમય ચુકતા વાપરીને એસટી બસ બંધ કરીને દોડાવીને ઓવર બ્રિજની સંરક્ષણ દિવાલ સાથે ટકરાવતાં બસ ઉભી થઇ ગઇ હતી. બસમાં સવાર મુસાફરોને તાત્કાલિક ઇમરજન્સી બારી અને ડ્રાયવર સીટ વાળી બારીમાંથી ઉતારી દેવાયા હતા.

અન્ય સમાચારો પણ છે…

Previous Post Next Post