Tuesday, November 22, 2022

27 ફટકા મારતાં પતિ ઊભો થઈ નથી શકતો ને ગર્ભવતી પત્ની હોસ્પિટલમાં પીડાઈ રહી છે, હુમલાખોરોની ધરપકડ માટે ધરણાં | 27 lashings leave husband unable to stand, pregnant wife suffering in hospital, sit-in for arrest of attackers

પંચમહાલ (ગોધરા)5 મિનિટ પહેલા

ચૂંટણી પહેલા જ્યારે હાલ પોલીસ તંત્ર સજ્જ થઈને કોઈપણ બનાવ ન બને તે માટે કાર્ય કરી રહી છે. ત્યારે શહેરમાં એક એવી ઘટના બની છે. જ્યાં પોલીસ પર સવાલો ઉભા થયા છે. જ્યાં એક આદિવાસી યુવક અને તેની પત્ની પર 4 ઈસમોએ લોખંડની પાઈપના ફટકા મારી ઈજાગ્રસ્ત કર્યાં, યુવકનું કહેવું છે કે, તે પહેલાં પોલીસ જોડે પોતાના પરિવાર અને પાતોની સુરક્ષાની માગ કરવા ગયો હતો. પણ સુરક્ષા ના મળતા આજે ઈજાગ્રસ્ત થયો છે, તેવા પોલીસ તંત્ર પર તે આક્ષેપો કરી રહ્યો છે. સાથે આદિવાસી સમાજના અગ્રણીઓ અને પ્રજાજનો દ્વારા ગંભીર ઈજાગ્રસ્ત યુવકને લઈને પંચમહાલ કલેક્ટર કચેરીના સંકુલમાં આવીને હલ્લાબોલ, રજૂઆતો સાથે કલેક્ટર કચેરી બહાર આદિવાસી સમાજને ન્યાય આપો અને હુમલાખોરોની તાત્કાલિક ધરપકડ કરોના સૂત્રોચ્ચાર કરી ધરણાં શરૂ થતાં ભારે અફરાતફરી પ્રસરી જવા પામી હતી.

લોખંડની પાઈપથી પતિ-પત્ની પર હુમલો

લોખંડની પાઈપથી પતિ-પત્ની પર હુમલો

તેમણે ગાયો છુટી મકી દીધી અને અપશબ્દો બોલવા લાગ્યા
આ બાબતે યુવક સાથે વાતચીત કરતા તેણે જણાવ્યું કે, મારા ખેતરમાં ડાંગરની ગોહડી બાંધેલી હતી. ત્યાં એ લોકો ગાયો ચરાવા આવ્યા હતાં, ત્યારે મેંએ લોકોને કીધું ગાયો બધુ બગાડશે, તમે એને અંદરના પેસવા દેશો. તેમ છતાં તેમણે ખેતરની વાડ તોડીને જબરદસ્તીથી તેમની ગાયો ખેતરમાં છુટી મુકી દીધી. મેં કીધું આવું ના કરશો ભાઈ તમે ના ચારશો. તો પણ તેમણે ગાયો છુટી મકી દીધી અને જેમફાવે તેમ અપશબ્દો બોલવા લાગ્યા હતા. પછી તેઓ બોલ્યા, રાઠવી તમને એકપણને છોડવાની નથી. અમારી ગાયો બધે છુટી ફરશે. મેં ખેંગાભાઈ, લાલાભાઈ સહિતના અન્ય લોકો સામે પહેલા બનાવ અંગે ફરિયાદ નોંધાવી છે.

ઈજાગ્રસ્ત હાલતમાં પણ યુવકે ન્યાય માટે કરી ગુહાર

ઈજાગ્રસ્ત હાલતમાં પણ યુવકે ન્યાય માટે કરી ગુહાર

મેં FIR કરી મને જાનથી મારી નાખવાની ધમકી આપે છે
મારા ભાઈએ આ ઘટનાનો વીડિયો બનાવ્યો, એ લોકોએ કહ્યું અત્યારે તમે વીડિયો બનાવો છો એટલે બચી જાવ છો, પણ તમને 365 દિવસમાં મારી નાખીશું તેવી ધમકી આપી, મા-બાપ પર અપશબ્દો બોલવા લાગ્યા. તે પછી મેં 15 તારીખે શહેરા પોલીસ સ્ટેશનમાં જઈને જાણ કરી, FIR પણ કરી ત્યારબાદ મેં પોલીસને કહ્યું, સાહેબ મારે સુરક્ષાની પણ ખૂબ જરૂર છે. FIR તો કરી છે, પણ તે લોકો મને જાનથી મારી નાખવાની ધમકી આપે છે અને અમારા ઘર આગળના રસ્તાથી જ નીકળવનો છે ને ત્યારે જોઈ લઈશ તેવી ધમકીઓ આપે છે. એટલે મેં પોલીસ સુરક્ષા પણ માંગી હતી. તેમ છતાં પોલીસે મને સુરક્ષા પુરી પાડી ન હતી.

યુવાનને ન્યાય અપાવા સમાજના લોકોએ ધરણાંનો લીધો સહારો

યુવાનને ન્યાય અપાવા સમાજના લોકોએ ધરણાંનો લીધો સહારો

ભરવાડ છીએ, તમારા ટાટીયા તોડી નાખીશું
બીજા દિવસે DSP સાહેબ મારે ત્યાં આવ્યા હતા. તેમને પણ મેં જણાવ્યું હતું કે, DSP સાહેબ મને એ લોકોએ જાનથી મારી નાખવાની ધમકી આપી છે. એટલે મને સુરક્ષા મળે તો મારી જાન બચી શકે, પરંતુ ત્યારે એ લોકોએ મને સુરાક્ષા ના આપી જેના કારણે મારી જોડે આજે આ બનાવ બન્યો. ગોધરા મારી વાઈફને લઈને દવાખાને જતો હતો. ત્યારે 4 ઈસમો જેના નામ મેં FIRમાં જણાવેલા છે, એ 10 લોકો ભરવાડ હતા. કડા પહેરેલા હતા, ભરવાડની બોલી બોલતા હતાં. અને કહેતા હતાં. બાપૂ તમે અમને ઓળખો છો ભરવાડ છીએ, તમારા ટાટીયા તોડી નાખીશું. એમ કરીને ઓ લોકોએ મારી ગાડી પર હુમલો કર્યો છે અને મારા ગાડીના બધા જ કાચ તોડી નાખ્યા.

ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલો યુવાન

ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલો યુવાન

અત્યારે મારી ઘરવાળી વડોદરામાં પીડાય છે
મારી ઘરવાળીને 2-2.5 મહિના થઈ રહ્યાં છે. ત્યારે હું તેને દીપ દવાખાનામાં લઈને આવતો હતો. એમને પણ લાફા માર્યા, પાટા માર્યા, લોખંડની પાઈપના ગોદા માર્યાં અને જેથી તેમને ખૂન નીકળવા લાગ્યું હતું. ત્યારે મને અને મારી પત્નીને પહેલા શહેરા દાખલ કરવામાં આવ્યાં હતાં. ત્યાંથી ગોધરા, ગોધરાથી વડોદરા ત્યાંપણ અમને સારવાર ના કરી. ત્યાં અમને 11 વાગ્યે લઈ ગયા અને 3 વાગે રજા આપી દીધી. અત્યારે મારી ઘરવાળી વડોદરામાં પીડાય છે. હજૂ ખૂન ચાલુ છે તેમ છતાં સરકારી દવાખાના વાળાએ રજા આપી દીઘી છે.

કલેક્ટર કચેરીએ હુમલાખોરોને પકડવા ઘરણાં

કલેક્ટર કચેરીએ હુમલાખોરોને પકડવા ઘરણાં

27 ફટકા માર્યાં છે મને લોખંડની પાઈપોના
સરકાર કહે છે, ગુજરાત સુરક્ષિત છે. વહીવટી તંત્ર આપણું બહું સારૂ કામ કરે છે. ક્યાં કામ કરે છે? મારા પર આ હુમલો જૂઓ, બયડો મારો તોડી નાખ્યો છે. મને અત્યારે ચલાતું નથી. 27 ફટકા માર્યાં છે મને લોખંડની પાઈપોના. મેં ઘણી રજૂઆત કરી, કાલે DSP સાહેબ આવ્યા ત્યારે પણ રજૂઆત કરી કે મારૂ કઈંક જોઈ જોજો ખરેખર ઘણો જોખમમાં મારો જીવ છે તેમછતાં મને કોઈ સૂરક્ષા આપી નહીં.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: