ટિકિટ બુકિંગ પર રિફંડ માગવુ પડ્યુ ભારે, એક ક્લિક કરતા જ ખાતામાંથી ઉડી ગયા 2.9 લાખ

ઓનલાઈન છેતરપિંડી કરનારાઓએ પહેલા આ મહિલાને એક લિંક મોકલી અને પછી આ મહિલાએ આ લિંક પર ક્લિક કરતાની સાથે જ હેકર્સે મહિલાના બેંક એકાઉન્ટમાંથી 2 લાખ 90 હજાર રૂપિયા ગાયબ કરી દીધા.

ટિકિટ બુકિંગ પર રિફંડ માગવુ પડ્યુ ભારે, એક ક્લિક કરતા જ ખાતામાંથી ઉડી ગયા 2.9 લાખ

સાંકેતિક છબી

છબી ક્રેડિટ સ્ત્રોત: ફાઇલ ફોટો

દરરોજ ઓનલાઈન છેતરપિંડીના નવા કિસ્સાઓ ક્યાંકને ક્યાંકથી સાંભળવા મળે છે, હવે તાજેતરમાં ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગરમાં એક મહિલા સાથે છેતરપિંડીની ઘટના સામે આવી છે. આપને જણાવી દઈએ કે સાઈબર ઠગએ આ મહિલા પાસેથી લગભગ 3 લાખ રૂપિયા ઉડાવી લીધા છે, તમે પણ જાણો શું છે આખો મામલો.

જાણો સમગ્ર મામલો

જણાવી દઈએ કે ઓનલાઈન છેતરપિંડી કરનારાઓએ પહેલા આ મહિલાને એક લિંક મોકલી અને પછી આ મહિલાએ આ લિંક પર ક્લિક કરતાની સાથે જ હેકર્સે મહિલાના બેંક એકાઉન્ટમાંથી 2 લાખ 90 હજાર રૂપિયા ગાયબ કરી દીધા. આ મહિલાએ એક ઓનલાઈન સાઈટ પરથી હોટેલ અને ટિકિટ બુક કરાવી હતી, મહિલાનું કહેવું છે કે તેના ખાતામાંથી વધુ પૈસા કપાઈ ગયા છે. જ્યારે આ મહિલાએ વધુ પૈસા કપાવાની ફરિયાદ કરી ત્યારે છેતરપિંડી કરનારાઓએ રિફંડના નામે મહિલાને એક લીંક મોકલી હતી.

આ મહિલાએ આ ફિશિંગ લિંક પર ક્લિક કરતાની સાથે જ મહિલાના ખાતામાંથી 2 લાખ 90 હજાર રૂપિયા કપાઈ ગયા હતા. મહિલાએ તરત જ તેની સાથે બનેલી આ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે પણ મહિલાની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. અમે તમને અહીં સલાહ આપીશું કે જો તમને ક્યારેય પણ આવી કોઈ અજાણી વ્યક્તિ તરફથી કોઈ લિંક મળે તો તે લિંક પર ભૂલથી પણ ક્લિક કરવું નહીં.

નકલી વેબસાઈટ્સથી દૂર રહો

આપને જણાવી દઈએ કે ગૂગલ પર કંઈપણ સર્ચ કરતી વખતે સાવચેત રહો, કારણ કે તમને સર્ચ રિઝલ્ટમાં ઘણી ફેક સાઈટ પણ મળી શકે છે. આ સાઇટ્સ એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે તેઓ ઓરિજનલ દેખાતી હોય છે.

નકલી સાઈટ્સ કેવી રીતે ઓળખવી

કોઈપણ વેબસાઈટ પર વિશ્વાસ કરતા પહેલા સાઈટના ડોમેનને ધ્યાનથી વાંચો. જણાવી દઈએ કે નકલી સાઈટના ડોમેનમાં, મૂળ સાઈટના ડોમેનની સરખામણીમાં તેના નામમાં ચોક્કસથી કોઈ વધારાનો અક્ષર અથવા નાની ભૂલ હશે, જે આ સાઈટને ઓરિજનલથી અલગ બનાવે છે.