Saturday, November 26, 2022

3 કિમીના રોડ પર ખાડા અને ઉડતી ધૂળની બેવડી આપદા | A double disaster of potholes and flying dust on the 3 km road

ખેડા15 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ખેડાના નાયકાથી કલોલીનો રસ્તો 2 વર્ષથી ખખડધજ

ખેડાના નાયકા થી કલોલી જવાના માર્ગ પર છેલ્લા ઘણા સમયથી પડેલ ખાડાને કારણે વાહનચાલકોને પસાર થવામાં મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. ઉપરાંત રસ્તા પર આખો દિવસ ઉડતી ડમરીઓને વાહનચાલકોની આખમાં જવાને લઇ અકસ્માતની ભીતિ ઊભી થઈ હતી. 1.6 કરોડના ખર્ચે બનેલ રોડ બે વર્ષમાં જ જર્જરિત થઇ ગયો છે.

નાયકા થી કલોલી જવાના માર્ગ ઉપર છેલ્લા બે વર્ષ થી ખાડાઓપડી ગયા છે. ત્રણ કિલોમીટરના રોડ ઉપર ઠેર ઠેર ખાડાઓના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. રોડ ઉપર મોટા ખાડાઓને કારણે વાહનો પસાર થાય ત્યારે ધૂળ રજકણો ઉડતી હોઇ અકસ્માત થવાની શક્યતાઓ ઉભી થઇ હતી. ઉપરાંત 2017ના અંતમાં નાયકા થી કલોલી રોડ નવીન બનાવવામાં આવ્યો હતો. જે 2018 ના શરૂઆતમા પૂર્ણ કરાયો હતો. રૂ.1.60 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ રોડ બે જ વર્ષમાં તૂટી ખાડાઓથી ભરાઇ ગયો હતો.

જેને લઇ રોડ વિભાગ દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં રોડના ખાડાઓ પુરવાની કે મરામતની કામગીરી હાથ ધરવામાં આવી નથી. રોડના બનાવટ ટાણે રોડની બંને સાયીડો માટીથી પુરવામાં આવી ન હતી. ઉપરાંત રોડ પર માઈલ અંતરના પિલ્લરો પણ મૂકવામાં આવ્યા ન હતા. તથા નાયકા -કલોલી રોડ ઉપર એજન્સી દ્વારા રોડ કઈ યોજના હેઠળ મંજુર થયેલ છે એ બાબતનું બોર્ડ પણ મારવામાં આવેલ નથી. ખાડાને કારણે જર્જરિત થયેલ રસ્તાને વહેલીતકે સમારકામ કરવાની માંગ ગ્રામજનો દ્વારા કરાઇ હતી. આ બાબતે માતરના સ્થાનિક પેટા પંચાયત માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર સાથે સંપર્ક સાધી શકાયો ન હતો.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: