Tuesday, November 29, 2022

ધણપના ચૈતન્ય ધામ પાસે પાર્ક કરેલી કારમાંથી રૂ. 3 લાખની મતાની ચોરી | From a car parked near Dhanapana Chaitanya Dham Rs. 3 lakh vote theft

ગાંધીનગર5 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • અંકલેશ્વરનંુ દંપતી સમાજના સમૂહલગ્નમાં ધણપ આવ્યું હતું

શહેરમા લગ્નની સિઝન શરુ થઇ ગઇ છે, તેની સાથે જ વાહનોના કાચ તોડીને તેમાંથી ચોરી કરનાર ગેંગ સક્રિય થઇ ગઇ છે. લગ્ન સમયે અનેક લોકો વાહનમાં પોતાનો કિમતી સામાન મુકતા હોય છે. પરિણામે ચોર તેનો સીધો ફાયદો ઉઠાવે છે. ધણપ પાસે આવેલા ચૈતન્ય ધામમાં અંકલેશ્વરનું દંપતી સમૂહ લગ્નમા આવ્યુ હતુ. પોતાની કાર પાર્ક કરીને લગનમાં ગયુ હતુ.

રાત્રે પરત ફરવાના સમયે કારનો કાચ તુટેલો જોવા મળતા અંદર રહેલી રોકડ સહિત 3 લાખની માલમત્તાની ચોરી થઇ ગઇ હતી. આ બનાવની ચિલોડા પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસ કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ અંકલેશ્વરમા રહેતા 44 વર્ષીય પિયુષ હસમુખલાલ મહેતાએ ફરિયાદ નોંધાવી હતી કે, મારી ભાણીના લગ્ન હોવાથી ચંદ્રાલા પાસેથી ખાનગી હોટલમા પ્રસંગ રાખવામાં આવ્યો હતો. જ્યા હુ અને મારી પત્ની લગ્નમાં આવ્યા હતા.

ત્યારબાદ બીજા દિવસે ચૈતન્ય ધામમાં સમૂહ લગ્ન હોવાથી ત્યા કાર બહારના ભાગે પાર્ક કરવામાં આવી હતી. ત્યારબાદ અમે લગનમાં ગયા હતા. સવારે 7 કલાકે કાર પાર્ક કરી લગનમાં ગયા પછી બપોરના આશરે 4 વાગ્યાના અરસામાં ઘરે જવા નીકળ્યા હતા.

કાર પાસે પહોંચતા ડ્રાઇવર સાઇડ પાછળનો કાચ કાપેલી હાલતમાં જોવા મળ્યો હતો. જેથી ચોરી થઇ હોવાની શંકા જતા કારમાં મુકવામાં આવેલી બેગ અને ગ્રીન કલરની બેગની તપાસ કરતા જોવા મળી ન હતી. જ્યારે તેમની પત્ની આશાબેનનુ પર્સ પણ ગાયબ હતુ. બેગમાં સોનાની બુટ્ટી, રોકડા 45 હજાર, 5 તોલાનુ સોનાનુ મંગળસૂત્ર, પર્સમા મુકવામાં આવેલા 15 હજાર રુપિયા સહિત કુલ 3 લાખ રુપિયાની ચોરી થઇ હતી. આ બનાવને લઇ ચિલોડા પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવતા પીએસઆઇ બી.એન. પ્રજાપતિ દ્વારા તપાસ કરવામાં આવી હતી. ફરિયાદ પોલીસે આસપાસના તમામ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. પરંતુ કાંઇ સુરાગ મળ્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે…