Friday, November 25, 2022

હિંમતનગર પોલીસે પ્રોહીબીશનના ગુનાના આરોપીને રાજસ્થાનથી ઝડપી લીધો, 3 પોલીસ સ્ટેશનના ગુનામાં આરોપી નાસતો ફરતો હતો | Himmatnagar police nabs Prohibition crime accused from Rajasthan, 3 police station crime accused was on the run

સાબરકાંઠા (હિંમતનગર)20 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સાબરકાંઠા જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીને લઈને પોલીસ વિભાગ એક્શનમાં છે. ત્યારે એ ડીવીઝન પોલીસે ત્રણ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને એ ડીવીઝન પોલીસ આરોપીને રાજસ્થાનમાં તેના ઘરેથી ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન પોલીસ સ્ટેશનના PI એચ.બી.વાઘેલાની નાસતા ફરતા આરોપીઓની પકડવાની સુચનાને લઈને ડી-સ્ટાફના જયેન્દ્રસિંહ, દિગ્વિજયસિંહ, વિક્રમસિંહ, જ્ઞાનદીપસિંહ અને હરપાલસિંહે મળેલી બાતમીના આધારે રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના નયાગામ તાલુકાના બલીચા ગામેથી વિજાપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં 4 વર્ષથી નાસતો ફરતો અને હિંમતનગર બી ડીવીઝન અને એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં છેલ્લા એક વર્ષથી પ્રોબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી નટુભાઈ ઉર્ફે નટુ સોમાભાઈ સુવેરાને ઝડપી લીધો હતો. હિંમતનગર એ ડિવિઝને પ્રોહીબીશનના ગુનામાં અટકયાત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…