Saturday, November 26, 2022

3.56 લાખ ઘરોમાં અપાશે વોટર ગાઇડ, મતદાન કઇ રીતે કરવું તેની સમજ તેમાં હશે | Water guide will be given to 3.56 lakh households, it will contain the understanding of how to vote

અમરેલીએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • બીએલઓ મારફત મતદાર માહિતી કાપલીની સાથે સાથે દરેક કુટુંબને વોટર ગાઇડ અપાશે

જિલ્લાનુ ચુંટણી તંત્ર મતદાન કરાવવા માટે સજ્જ થઇ ગયુ છે. અને હવે બીએલઓ મારફત મતદાર માહિતી કાપલીનુ વિતરણ થશે. તેની સાથે સાથે મતદારે બુથ પર પહોંચી કઇ રીતે મતદાન કરવુ તે અંગે માર્ગદર્શન આપતી વોટર ગાઇડ જિલ્લાના દરેક ઘરમા વિતરીત કરવામા આવશે. ચુંટણી તંત્ર દ્વારા અમરેલી જિલ્લામા આવી 3.56 લાખ વોટર ગાઇડ વિતરણ કરવાનુ આયોજન હાથ ધરવામા આવ્યું છે. અને ચુંટણી પંચ દ્વારા આ વોટર ગાઇડ પહોંચાડી દેવામા આવી છે. ઘણા મતદારો મતદાન મથક પર પહોંચ્યા પછી શું કરવુ અને શું ન કરવુ તેની ગડમથલ અનુભવતા હોય છે.

આમ તો વહિવટી તંત્ર દ્વારા ઇવીએમ મશીન દ્વારા કઇ રીતે મતદાન કરવુ અને વીવીપેટમા તેની ચકાસણી કઇ રીતે થાય વિગેરે બાબતો અંગે લોકજાગૃતિના કાર્યક્રમો રાખવામા આવે છે. છતા આ કાર્યક્રમોની પહોચ તમામ સુધી ન હોય ઘણા લોકો ગડમથલ અનુભવે છે. ત્યારે ચુંટણી પંચ દ્વારા હવે દરેક ઘરે સમગ્ર મતદાન પ્રક્રિયાની સમજ પહોચે તેનુ પણ આયોજન હાથ ધરવામા આવ્યું છે. આ માટે એક ખાસ વોટર ગાઇડ તૈયાર કરવામા આવી છે. જેમા બુથ પર પહોંચ્યા બાદની તમામ પ્રક્રિયાઓ અંગે માર્ગદર્શન આપવામા આવ્યું છે.

જિલ્લાની પાંચેય વિધાનસભા સીટ પર બીએલઓ મારફતે આ વોટર ગાઇડ પહોંચાડવામા આવશે. મતદારોને જે માહિતી (વીએસઆઇ) આપવામા આવશે. તેની સાથે સાથે કુટુંબ દીઠ એક વોટર ગાઇડ પણ આપવામા આવશે. જેથી જે તે કુટુંબના તમામ સભ્યો આ સમગ્ર પ્રક્રિયાને સમજી શકે. તંત્રની આ કાર્યવાહી અનેક મતદારોની અને ખાસ કરીને નવા મતદારોની ગડમથલ દુર કરનારી હોય મતદાન વધારવામા ઉપયોગી બનશે.

કઇ સીટ ઉપર કેટલી વોટર ગાઇડનું વિતરણ ?

સીટ

વોટર ગાઇડની સંખ્યા

ધારી બગસરા 57785
અમરેલી વડીયા 93062
લાઠી બાબરા 64705

સાવરકુંડલા લીલીયા

67328
રાજુલા જાફરાબાદ 73492
કુલ 3,56,372

ધારી અને બગસરામાં બીજા તબક્કાની તાલીમ પુર્ણ
​​​​​​​અમરેલી વિધાનસભા સીટ વિસ્તારમા ચુંટણી ફરજના કર્મચારીઓને અગાઉ જ બીજા તબક્કાની તાલીમ આપી દેવાઇ છે. જયારે આજે ધારી બગસરા સીટ વિસ્તારના ચુંટણી ફરજના કર્મચારીઓને બીજા તબક્કાની તાલીમ આપવામા આવી હતી.

અન્ય સમાચારો પણ છે…