Friday, November 4, 2022

3 વર્ષ પછી મુંબઈ આવેલી પ્રિયંકા કરતા વધુ ચર્ચામાં છે તેનો બોડીગાર્ડ, તેને જોઈને ફેન્સ થયા ફિદા!

3 વર્ષ પછી મુંબઈ પરત ફરેલી પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) હાલમાં ઘણી ચર્ચામાં છે. પરંતુ અચાનક જ તેના કરતા વધુ ચર્ચામાં તેનો બોડીગાર્ડ આવી ગયો છે. હવે તેની પાછળનું કારણ પણ ઘણું રસપ્રદ છે.

3 વર્ષ પછી મુંબઈ આવેલી પ્રિયંકા કરતા વધુ ચર્ચામાં છે તેનો બોડીગાર્ડ, તેને જોઈને ફેન્સ થયા ફિદા!

પ્રિયંકા ચોપરા બોડીગાર્ડ

છબી ક્રેડિટ સ્ત્રોત: સોશિયલ મીડિયા

પ્રિયંકા ચોપરા હાલમાં મુંબઈમાં છે અને સોશિયલ મીડિયા પર તે છવાયેલી છે, તે પોસ્ટ કરે કે સેકેન્ડોમાં જ તે પોસ્ટ વાયરલ થઈ જાય છે. તે જ્યાં પણ જાય છે, મીડિયા તેને ફોલો કરે છે. પ્રિયંકા ચોપરા તેના વ્યસ્ત શેડ્યૂલમાંથી પોતાના માટે થોડો સમય કાઢી રહી છે અને તે સ્થળોની મુલાકાત લઈ રહી છે જ્યાં તેની સાથે ઘણી બધી યાદો જોડાયેલી છે. પ્રિયંકાની સાથે તેના બોડીગાર્ડની પણ ચર્ચાઓ અચાનક સોશિયલ મીડિયા પર થવા લાગી છે. ખબર નહીં અચાનક શું થઈ ગયું કે પ્રિયંકાનો બોડીગાર્ડ હાલમાં દરેક જગ્યાએ ચર્ચામાં છે. તેનો બોડીગાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે.

લુકને કારણે ચર્ચામાં છે બોડીગાર્ડ

ગુરુવારે પ્રિયંકા મુંબઈના તાજમાં જોવા મળી હતી જ્યાં સમગ્ર મીડિયા તેને કવર કરવા માટે આવ્યું હતું, પ્રિયંકા આવતાની સાથે જ તેના સ્ટાઈલિશ બોડીગાર્ડે મીડિયાને તેનાથી દૂર રાખ્યું હતું. આવી સ્થિતિમાં તેની સ્ટાઈલ, લુક, એટીટ્યુડ તમામ કેમેરામાં કેદ થઈ ગયા હતા. આ વીડિયો જોતા જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો અને પછી દરેક જગ્યાએ પ્રિયંકાના બોડીગાર્ડની ચર્ચાઓ થવા લાગી. ફેન્સે આ વિશે ઘણી કોમેન્ટ કરી.

અહીં જુઓ તે વાયરલ વીડિયો

એક યુઝરે લખ્યું- પ્રિયંકાનો બોડીગાર્ડ રાયન રેનોલ્ડ્સ જેવો દેખાય છે, જ્યારે અન્ય યુઝરે તેને ડેડપૂલ જેવો પણ કહ્યું. અન્ય એક યુઝરે કહ્યું કે બોડીગાર્ડને પણ પ્રિયંકા અમેરિકાથી લઈને આવી છે. રાયન રેનોલ્ડ્સ એક હોલીવુડ એક્ટર છે જે ડેડપૂલ ફિલ્મમાં હતો. રાયન માર્વેલનો સુપરહીરો છે.

થોડા દિવસો માટે મુંબઈ આવી છે પ્રિયંકા

તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરા થોડા દિવસો માટે પ્રોજેક્ટના કામથી મુંબઈ આવી છે. રિપોર્ટ મુજબ તેની પુત્રી માલતી પણ તેની સાથે છે, પરંતુ અત્યાર સુધી પ્રિયંકાએ કોઈને માલતીની ઝલક દેખાડી નથી. ટૂંક સમયમાં તે અમેરિકા પરત ફરશે.

ભારતને ખુબ પ્રેમ કરે છે પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા તેના ઘરની સાથે સાથે ભારતને પણ ખુબ પ્રેમ કરે છે. વિદેશમાં રહીને પણ એક્ટ્રેસ પોતાના દેશના કલ્ચરને ફોલો કરે છે. હાલમાં તેણે તેના પતિ નિક જોન્સ અને પુત્રી માલતીની સાથે લક્ષ્મી પુજાની ફોટો શેયર કર્યો હતો.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.