મહેસાણા જિલ્લામાં 4 અને 5 ડિસેમ્બરે ચૂંટણીને લઇ લગ્ન માટે એસટી નહીં મળે | In Mehsana district, due to the election on December 4 and 5, ST will not be available for marriage

મહેસાણા10 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસ્વીર

  • મહેસાણા ડેપોમાં લગ્ન માટે બસ બુકિંગમાં 12 જણાંને ફેરો પડ્યો

વિધાનસભા ચૂંટણી માટે મહેસાણા જિલ્લામાં 5મી ડિસેમ્બરે મતદાન યોજાનાર છે. ત્યારે મતદાન મથક સુધી સ્ટાફ અને સાધન સામગ્રી આગલા દિવસે 4થી તારીખે પહોંચાડવા માટે તેમજ 5મીએ મતદાન બાદ સ્ટાફને પરત લાવવા એસટી બસો દોડાવવામાં આવશે. આમ, બે દિવસ ચૂંટણીની કામગીરીમાં બસો ફાળવી દેવાઇ હોઇ લગ્નસરામાં તા. 4 અને 5 માટે એસટીનું બુકિંગ બંધ કરાયું છે.

ચૂંટણીની સાથે હાલ લગ્નની સિઝન પણ જામી છે. તા.4 અને 5 ડિસેમ્બરે ઘણાં લગ્નો પણ છે. પરંતુ મહેસાણા ડેપોમાં લગ્નની જાન માટે બસ બુક કરાવવા જતા લોકોને ફેરો પડી રહ્યો છે. એસટીના સૂત્રોએ કહ્યું કે, રવિવાર અને સોમવાર માટે 10 થી 12 લગ્ન માટે બસની ઇન્કવાયરી આવી છે.

ચૂંટણીની કામગીરીમાં આ બે દિવસ ડેપોની 54 બસો ફાળવેલી હોઇ લગ્ન માટે આ બે દિવસ પૂરતું બુકિંગ કરાતું નથી. ચૂંટણી વ્યવસ્થાના ભાગરૂપે બે દિવસ પૂરતું બસ બુકિંગ બંધ કરાયું છે, બાકી રાબેતા મુજબ ચાલુ રહેશે. હાલ પ્રથમ તબક્કાની ચૂંટણી માટે અમદાવાદ વડી કચેરીએ મહેસાણા ડિવિઝનની તા. 1 થી 3 માટે 50 બસો ફાળવાઇ છે.

જ્યારે મહેસાણા જિલ્લાના 8 ડેપોથી તા. 4 અને 5 ડિસેમ્બરના રોજ 174 બસો ફાળવવામાં આવશે. બસદીઠ દૈનિક રૂ.10 હજાર ભાડા પ્રમાણે બે દિવસના થઇ અંદાજે રૂ. 35 લાખની આવક એસટીને ચૂંટણી તંત્રની કામગીરીમાં ભાડાપેટે થશે.

ચૂંટણીમાં તા. 4, 5 ડિસેમ્બરના રોજ ફાળવાયેલી એસટી બસો
ડેપો એસટી
ખેરાલુ 28
ઊંઝા 21
વિસનગર 18
બહુચરાજી 31
કડી 27
મહેસાણા 27
વિજાપુર 22
કુલ 174

અન્ય સમાચારો પણ છે…

Previous Post Next Post