જંગલના રાજા પર ભારે પડયો આફ્રિકન હરણ, 41 સેકેન્ડમાં નીકાળી દીધી બધી હોશિયારી

કેટલીકવાર તે એવા પ્રાણીઓનો શિકાર કરવા જાય છે જે તેમને ધૂળ ચટાડી દે છે. હાલમાં સિંહ અને આફ્રિકન હરણનો એેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

જંગલના રાજા પર ભારે પડયો આફ્રિકન હરણ, 41 સેકેન્ડમાં નીકાળી દીધી બધી હોશિયારી

વાયરલ વિડિયો

છબી ક્રેડિટ સ્ત્રોત: Twitter

જંગલની દુનિયા અનોખી અને દુર્લભ છે. અહીં ઘણી આકર્ષક અને સુંદર વસ્તુઓની સાથે સાથે ખતરનાક પ્રાણીઓ પણ જોવા મળે છે. અહીં શિકાર અને શિકારી બન્ને એ પોતાનો જીવ બચાવવા માટે રોજ સંઘર્ષ કરે છે. જંગલમાં દર વખતે ખતરનાક શિકારી પ્રાણીઓ જીતે તે જરુરી નથી. કેટલીકવાર તેઓ એવા પ્રાણીઓનો શિકાર કરવા જાય છે જે તેમને ધૂળ ચટાડી દે છે. હાલમાં સિંહ અને આફ્રિકન હરણનો એેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

સિંહ જંગલનો રાજા કહેવાય છે, પણ કેટલીકવાર તે એવા પ્રાણીનો શિકાર કરવા જાય છે જે તેના પર ભારે પડે છે. આ વાયરલ વીડિયોમાં સિંહ છુપાઈને એક આફ્રિકન હરણ પર હુમલો કરતો દેખાય છે. તે દરમિયાન તે આફ્રિકન હરણ ભાગવાનો પ્રયાસ કરે છે. પણ અચાનક તે આફ્રિકન હરણ શિકારી સિંહ પર ભારે પડે છે. તે સિંહ પર એવો હુમલો કરે છે કે શિકારી સિંહ જીવ બચાવીને ભાગતો દેખાય છે. માત્ર 41 સેકેન્ડમાં આફ્રિકન હરણ શિકારી સિંહની બધી હોશિયારી કાઢી નાખે છે.

આ રહ્યો જંગલની જોરદાર બબાલનો વીડિયો

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @Animal_WorId નામના હેન્ડલ પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

મોટાભાગના સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો જોઈને આશ્ચર્યમાં મુકાયા છે. એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, હિંમત હોય તો જંગલના રાજાને પણ હરાવી શકાય. બીજા એક યુઝરે લખ્યુ છે કે, જો જંગલના બધા પ્રાણીઓમાં આવી હિંમત આવી જશે, તો જંગલનો રાજા ભૂખે જ મરશે. અન્ય એક યુઝરે લખ્યુ કે, વાહ…જોરદાર.

أحدث أقدم