Tuesday, November 15, 2022
Home »
Breaking News
,
Gujarati
,
India News
,
Latest news
,
Today news
,
trending
» શરદી અને ઉધરસ મટાડવા માટે સ્ટીમ લેતી વખતે પાણીમાં આ 4 વસ્તુઓ મિક્સ કરો
નવેમ્બર 15, 2022 | 7:07 p.m
TV9 ગુજરાતી | ધીનલ ચાવડા દ્વારા સંપાદિત
નવેમ્બર 15, 2022 | 7:07 p.m
શિયાળામાં લોકોને વારંવાર શરદી અને ઉધરસ જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં ઘણા લોકો બંધ થયેલ નાક ખોલવા માટે સ્ટીમ લે છે. તમે સ્ટીમ વોટરમાં પણ કેટલીક વસ્તુઓ મિક્સ કરી શકો છો. જે શરદીમાં ઝડપી રાહત આપવાનું કામ કરશે.
અજમા – તમે સ્ટીમ વોટરમાં 1 થી 2 ચમચી અજમા નાખી શકો છો. તેમાં એન્ટી ઇન્ફ્લેમેન્ટ્રી અને એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો છે. તે શરદી અને ઉધરસમાંથી ઝડપી રાહત આપવાનું કામ કરશે.
ફુદિના ઓઈલ – ફુદીનાના પાનમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. જે એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો ધરાવે છે. તે બંધ નાક ખોલવાનું કામ કરે છે. તેના માટે તમે સ્ટીમ વોટરમાં ફુદીનાના તેલના 2 થી 3 ટીપાં નાખી શકો છો. તેનાથી તમને શરદી અને ફ્લૂમાં રાહત મળશે.
તુલસીના પાન – તમે તુલસીના કેટલાક પાનને પાણીમાં પણ નાખી શકો છો. તુલસીના પાનને પાણીમાં નાંખો અને તેને ઉકાળો. ત્યાર બાદ સ્ટીમ લો. તે બંધ નાક ખોલે છે. આ પાંદડાઓમાં એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-એલર્જિક ગુણ હોય છે.
રોક સોલ્ટ – તમે શરદી દરમિયાન સ્ટીમ લેતી વખતે પાણીમાં રોક સોલ્ટ નાખી શકો છો. તેનાથી તમને શરદી અને ખાસીથી રાહત મળશે. તમે ગરમ પાણીમાં રોક સોલ્ટ ઉમેરીને ગાર્ગર પણ કરી શકો છો. આ ગળાના દુખાવાને ઠીક કરવામાં મદદ કરશે..નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી