અમદાવાદ9 મિનિટ પહેલાલેખક: અનિરુદ્ધસિંહ પરમાર
- કૉપી લિંક

ફાઈલ તસવીર
- આંબેડકર યુનિ.માં કોરોના વખતે સૌથી વધુ વિદ્યાર્થી નોંધાયા
નોકરી અથવા ઘર કામની સાથે ડિસ્ટન્સ લર્નિંગનો કોન્સેપ્ટ હવે વધી રહ્યો છે. ડો.બાબા સાહેબ આંબેડર ઓપન યુનિવર્સિટીમાં છેલ્લા પાંચ વર્ષમાં વિવિધ અભ્યાસક્રમમાં 15993 વિદ્યાર્થીઓ વધ્યા છે. યુનિવર્સિટીએ જાહેર કરેલા આંકડાઓમાં કોરોના મહામારીના વર્ષ 2019-20માં સૌથી વધુ 73746 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જો ગ્રામીણ અને શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓની સંખ્યાનો રેશિયો જોઇએ તો છેલ્લા પાંચ વર્ષમાં ગ્રામીણ વિસ્તારના 12538, શહેરી વિસ્તારના 3461 વિદ્યાર્થીઓનો વધારો નોંધાયો છે.
ગુજરાતના છેવાડાના વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીને પણ કામની સાથે ડિગ્રી મેળવવાની તક યુનિવર્સિટી આપી રહી છે. જેથી આ વિદ્યાર્થી ડિગ્રી મેળવીને સરકારી નોકરી માટે અરજી કરી શકવા સક્ષમ બને. સેન્ટર હેડના મતે, આ યુનિવર્સિટીમાં હાજરી ફરજિયાત નથી. ઉંમર મર્યાદા નથી. વિદ્યાર્થી પરીક્ષા પણ બે ભાગમાં આપી શકે છે. સૌરાષ્ટ્રના સેન્ટરો પર આર્મીના જવાનો વિવિધ પ્રોગ્રામમાં એડમિશન લઇ રહ્યા છે. જેથી તેઓ પ્રમોશન અને નિવૃત્તિ પછી સારી નોકરીમાં જોડાઇ શકે.
6 મહિનામાં તમામ કોર્સ ઓનલાઇન ભણાવાશે
અમારો પ્રયત્ન છે કે છેવાડાના વિદ્યાર્થીને દરેક પ્રકારના કોર્સનો લાભ મળે. આવનારા છ મહિનામાં અમારું પ્લાનિંગ છે કે તમામ કોર્સ ઓનલાઇન મળશે. વિદ્યાર્થીએ અભ્યાસ કે મટીરિયલ માટે પણ અમદાવાદ કે કોઇ સેન્ટર પર જવાની જરૂર રહેશે નહીં. તેણે અમારા પોર્ટલ પર માત્ર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તમામ બાબતોનો લાભ તેને ઓનાલાઇન મળશે. > પ્રો. અમી ઉપાધ્યાય, વાઇસ ચાન્સેલર, આંબેડકર ઓપન યુનિવર્સિટી
15,993 વિદ્યાર્થીઓ વધ્યા
વર્ષ |
વિદ્યાર્થીઓની સંખ્યા |
2016-17 | 54575 |
2017-18 | 59609 |
2018-19 | 63265 |
2019-20 | 73746 |
2020-21 | 70568 |
ખેતી કરનારે ડિગ્રી મેળવી
પાંચ વર્ષમાં ખેતી સાથે જોડાયેલા 7990, ઘરકામ સાથે જોડાયેલા 21768, સરકારી નોકરી સાથે જોડાયેલા 61617 અને સૌથી વધુ કોઇ ને કોઇ શિક્ષણ સાથે જોડાયેલા 1.21 લાખે ડિગ્રી મેળવી છે.