ગઇકાલે સાંજના 5 વાગ્યા બાદ ચૂંટણી પ્રચારના પડઘમ બંધ થયા | After 5 pm yesterday, the echoes of the election campaign stopped

પોરબંદર2 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • રેલી, સભા, માઇક દ્વારા પ્રચાર શાંત થયા
  • ​​​​​​​જિલ્લામાં પક્ષના કાર્યકરો દ્વારા ડોર ટુ ડોર પ્રચારનો દૌર શરૂ

વિધાનસભાની ચૂંટણી અનુસંધાને ગઇકાલે સાંજે 5 વાગ્યાથી ચૂંટણી પ્રચારના પડઘમ બંધ થયો હતો. રેલી, સભા, માઇક દ્વારા પ્રચાર શાંત થયો હતો જ્યારે ડોર ટુ ડોર પ્રચાર નો દૌર શરૂ થયો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાન માટે એક દિવસ બાકી છે. ચૂંટણી જાહેર થતા 83 પોરબંદર અને 84 કુતિયાણા વિધાનસભાની બેઠક માટે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે.

જેમાં પોરબંદર બેઠક માટે 11 અને કુતિયાણા બેઠક માટે 13 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. અને આ ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો. જેમાં ઉમેદવારોએ લારી, રિક્ષામાં માઇક દ્વારા પ્રચાર, વિવિધ વિસ્તારમાં સભા, રેલી સહિતના માધ્યમ વડે ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યા હતા. મતદાન ની તા. 1 ડિસેમ્બર છે ત્યારે નિયમ મુજબ ચૂંટણી લક્ષી પ્રચાર તા. 29 નવેમ્બરના સાંજે 5 વાગ્યા સુધીનો હતો. ત્યારે ગઇકાલે મંગળવારે સાંજે 5 વાગ્યાથી આ પ્રકારનો ચૂંટણી પ્રચારનો પડઘમ બંધ થયો હતો. સાંજે 5 વાગ્યાથી રેલી, સભા, લારી, રિક્ષામાં માઇક દ્વારા ચૂંટણી પ્રચાર શાંત થઈ હતી અને ઉમેદવારોએ ડોર ટુ ડોર પ્રચાર અને ખાનગી બેઠકનો દૌર શરૂ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે…

Previous Post Next Post