Monday, November 28, 2022

કોંગ્રેસની સરકાર આવશે તો રાંધણ ગેસનો બાટલો રૂા.500માં આપશે | If the Congress government comes, they will give a bottle of cooking gas for Rs.500

ભાવનગર21 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • રાજ્યસભા ચૂંટણીમાં ભાજપ બનેલું ખરીદ વેચાણ સંઘ
  • સ્મૃતિ ઈરાની વડાપ્રધાનના ​​​​​​​માનીતા છે તેમ જણાવી શક્તિસિંહ ગોહિલે ભાજપ પર કર્યા અનેક આક્ષેપ

મતદાન ને હવે ચાર દિવસ જ બાકી રહ્યા છે ત્યારે તળાજા પંથકમાં કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ બારૈયાના સમર્થનમાં બાપા સીતારામ ચોકમાં જાહેર સભા યોજાઈ હતી.સમય કરતાં બે કલાક મુખ્ય નેતાઓ મોડા આવ્યા હતા. જેમાં રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે તો ગેસનો બાટલો રૂપિયા પાંચસો થી ભાવ વધશે નહિ.રાજ્ય સભાની ચૂંટણી આવે ત્યારે ભાજપ ખરીદ વેચાણ સંઘ બની જાય છે.પરંતુ કનુભાઈ બારૈયા ન તો વેચાયા ન તો ડર્યા તેઓએ ગેસ નો બાટલો રૂપિયા પાંચસોમાં કરવામાં આવશે તેવી ખાતરી આપી ને સ્મૃતિ ઈરાની નીને યાદ કરી સ્મૃતિ ઈરાની પ્રધાનમંત્રી ના માનીતા છે ના વાક્યો ઉચ્ચાર્યા હતા.

કનુભાઈ બારૈયાએ પોતાના સંબોધનમા તળાજાને પોતાનો પરિવાર ગણાવ્યો હતો. મુખ્ય પ્રવકતા તરીકે છતિશ ગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલ એ પોતાના વક્તવ્યમાં ખાસ હિન્દુ મુસ્લિમ ની એકતા ઉપર ભાર મૂક્યો હતો.મોંઘવારી,બે રોજગારી આ ડબ્બલ એન્જિનની સરકાર મા વધી છે. આથી અહી ડબ્બલ એન્જિન ની સરકાર નહિ આવે.મીડિયાના સવાલના જવાબમાં જ્યાં ક્યાં સભાઓ કરીએ છીએ ત્યાં સ્વયં લોકો આવે છે. સ્પષ્ટ બહુમતી સાથે ભાજપ ની સરકાર બનશે.

ભાજપે ભયમુક્ત ભ્રષ્ટાચાર કર્યો : શક્તિસિંહ
આજે પાલિતાણામાં કોંગ્રેસના ઉમેદવાર પ્રવિણભાઈ રાઠોડના સમર્થનમાં સાંસદ શક્તિસિંહ ગોહિલ અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બધેલ જનસભાને સંબોધિત કરેલ. શક્તિસિંહ ગોહિલે ભાજપા કયા કયા મોરચાઓ ઉપર નિષ્ફળ રહી તેને ઉજાગર કરી આકરા પ્રહારો કર્યા હતા. ભાજપા સરકાર તમામ ક્ષેત્રમાં સદંતર નિષ્ફળ ગઈ છે એટલે હવે કોંગ્રેસની સરકાર બનશે જેમાં માત્ર લોકોનું જ ભલુ હશે. ગુજરાતમાં ભયમુક્ત ભ્રષ્ટાચાર ભાજપ કરી રહેલ છે. ભાવનગર લોકોને ભાવ આપે છે. પ્રેમ આપે છે. પરંતુ ભાજપના એક મોટા નેતા દિલ્હીથી વારાઘડીએ ઊડી ઊડીને ભાવનગર આવે છે છતાં તેને લોકો પ્રેમભાવ આપતા નથી તેમ છત્તીશગઢના મુખ્યમંત્રી ભુપેશ બુધેલ જણાવેલ. ભાજપના શાસનમાં મોંઘવારી વધી છે. ભાજપ સરકારે ગેસના બાટલાના 400ના 1200 કરેલ છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: