નર્મદા (રાજપીપળા)16 મિનિટ પહેલા
- કૉપી લિંક

નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ગામમાં આવેલી સ્કૂલમાંથી કોઈ અજાણ્યા ઈસમોએ સામાનની ચોરી લઇ જતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. માધ્યમિક સ્કૂલમાંથી રૂપિયા 59,300ના મુદ્દામાલની ચોરી થતાં ફરિયાદ નોંધી ચોરને શોધવા માટે તપાસ હાથ ધરી છે.

સ્કુલમાં રહેલા કોમ્પ્યુટર સહિતની ચીજ-વસ્તુની ચોરી
મળતી માહિતી અનુસાર કેવડીયાની રામચોક માધ્યમીક હાઈસ્કુલના જુના બંધ મકાનના પાછળના ભાગે લોંખડની જાળી તોડી તસ્કરો સ્કુલમાં પ્રવેશ્યા હતા. સરકારી હાઈસ્કુલના મકાનમાં મુકેલા સીલીંગ ફેન નંગ 151 કીંમત રૂ 12100/- તથા પ્રયોગશાળાના સાધનોની બજાર કીંમત રૂ 4000 તથા લેબમાં અલગ અલગ રૂમમાં મુકેલા પરચુરણ સામાન કીંમત રૂ 3700/- તથા કોમ્પ્યુટર લેબમાં મુકેલા 7 કોમ્યુટરોની બજાર કીંમત રૂ 28000/- તેમજ એક સેમસંગ કંપનીની LCDT.V. જેની બજાર કીંમત રૂ 5000- તેમજ હાઇસ્કુલના બીલ્ડીંગમાથી દરેક રૂમોમાં મુકેલા અન્ય પરચુરણ સામાનની કીંમત રૂ 3000 /- તથા બીલ્ડીંગના મકાનમાં આવેલા નળ તથા લોખંડની જાળીઓની કીંમત રૂ 3500- ની ચોર ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જેને લઈ જતા કેવડિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.