- Gujarati News
- Local
- Gujarat
- Surat
- Out Of The 17 Candidates Of BJP, Congress, AAP From 6 Seats In The City, 11 Have Studied From 5th To 12th Standard, Two Are Builders.
સુરત10 મિનિટ પહેલા
- કૉપી લિંક
- ત્રણેય પાર્ટીમાં એક-એક વકીલ, એક પણ ઉમેદવાર વ્યવસાયે નોકરી કરતું નથી
આમ આદમી પાર્ટી મેદાનમાં હોવાથી વિધાનસભાની ચૂંટણીમાં પહેલીવાર ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાશે. સુરત શહેરની 12 બેઠક પૈકી 1 બેઠક પર આપ ના ઉમેદવારે ફોર્મ ખેંચી લીધો છે. હવે 12 બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આપના 35 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાનાર છે. કુલ 35 ઉમેદવાર પૈકી 16 ઉમેદવાર ધોરણ 5થી ધો.12 સુધી ભણેલા છે.
ત્રણેય પાર્ટીમાં એક-એક ઉમેદવાર વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા છે. 35માંથી એકેય ઉમેદવાર વ્યવસાયે નોકરી કરતા નથી. મોટાભાગના ઉમેદવાર વેપાર, વકીલાત, ખેતી, કન્સટ્ર્કશનના ધંધા સાથે સંકળાયેલા છે. ભાજપમાં ધોરણ 7થી લઇ એમ.એ પોલીટીકીલ સુધી ભણેલા ઉમેદવાર છે. જ્યારે કોંગ્રેસે ધો.5 પાસ થી લઇ બી.એ, એલએલબી સુધીના ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે તો આમ આદમી પાર્ટીએ ધો.9 પાસથી લઇ બી.ઇ સિવિલ સુધીના ઉમેદવારને ટિકીટ આપી છે.
મોટાભાગના ઉમેદવારો વેપાર, ખેતી, અને કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલા
કામરેજ બેઠક
ભાજપ: પ્રફુલ્લ પાનસેરિયા
એમએ પોલીટીકલ, ધંધો: વેપાર
કોંગ્રેસ: નિલેશ કુંભાણી
ધો. 12, ધંધો: ખેતી-વ્યાપાર
આપ: રામ ધડુક, બી.ઇ.સિવિલ, ધંધો: કન્સલટીંગ
સુરત પૂર્વ
ભાજપ: અરવિંદ રાણા, HSC
ધંધો: ઓફસેટ પ્રિન્ટીંગ
કોંગ્રેસ: અસલમ સાયકલવાલા
ધો. 10, ધંધો: સ્ક્રેપ
આપ: કંજન જરીવાલાએ
ફોર્મ પાછું ખેંચી લીધું.
સુરત ઉત્તર
ભાજપ: કાંતિ બલર
ધો. 7, ધંધો: વેપાર
કોંગ્રેસ: અશોક પટેલ (અધેવાડ)
ધો. 9 પાસ, ધંધો: વેપાર
આપ: મહેન્દ્ર નાવડિયા
ધોરણ 9, ધંધો: વેપાર
વરાછા રોડ
ભાજપ: કિશોર કાનાણી
ધો. 9, ધંધો: કાપડ ઉદ્યોગ
કોંગ્રેસ: પ્રફુલ્લ તોગડિયા
ધો. 5, ધંધો: બાંધકામ મજૂરી, ખેતી
આપ: અલ્પેશ કથિરીયા
એલએલબી, ધંધો: વકીલાત
કરંજ
ભાજપ: પ્રવિણ ઘોઘારી
12 પાસ, ધંધો: બાંધકામ
કોંગ્રેસ: ભારતી પટેલ
બીએ, ધંધો: ટયુશન કલાસ
આપ: મનોજ સોરઠીયા, ફાર્મસી ડીપ્લોમા ધંધો : ઇમ્પોર્ટસ-એક્ષ્પોર્ટસ
લિંબાયત
ભાજપ: સંગીતા પાટીલ, બીએ
ધંધો: પગાર અને અન્ય આવક
કોંગ્રેસ: ગોપાલ પાટીલ, 10 નાપાસ, ધંધો: ચાઇનીઝ ફૂડનો ધંધો
આપ: પંકજ તાયડે
ધો. 9 પાસ, ધંધો: કન્સ્ટ્રક્શન