Wednesday, November 2, 2022

61 વર્ષની ઉંમરમાં 88માં લગ્ન કરવા જઈ રહ્યો છે આ શખ્સ, પોતાના જ બાળકોની સંખ્યા નથી જાણતો આ પ્લેબોય કિંગ

હાલમાં ઈન્ડોનેશિયાના એક વ્યક્તિનો વીડિયો અને તેના જીવનની વાતોના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ વ્યક્તિ એ જેટલા લગ્ન કર્યા છે , તેની કલ્પના પણ તમે નહીં કરી શકશો.

61 વર્ષની ઉંમરમાં 88માં લગ્ન કરવા જઈ રહ્યો છે આ શખ્સ, પોતાના જ બાળકોની સંખ્યા નથી જાણતો આ પ્લેબોય કિંગ

વાયરલ સમાચાર

છબી ક્રેડિટ સ્ત્રોત: ફાઇલ ફોટો

લગ્ન જીવન સાથે સંબંધિત તમે અનેક વિચિત્ર કિસ્સા તમે સાંભળ્યા જ હશે. કેટલાક માણસોને વિચિત્ર આદતો હોય છે, જેને કારણે તેમના કિસ્સા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે. હાલમાં આવા જ એક શોખીન વ્યક્તિનો કિસ્સો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વ્યક્તિનો કિસ્સો સાંભળીને તમે દંગ રહી જશો અને પછી હસી હસીને લોટપોટ થઈ જશો. હાલમાં ઈન્ડોનેશિયાના એક વ્યક્તિનો વીડિયો અને તેના જીવનની વાતોના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ વ્યક્તિ એ જેટલા લગ્ન કર્યા છે , તેની કલ્પના પણ તમે નહીં કરી શકશો.

ઈન્ડોનેશિયાના પશ્ચિમ જાવામાં માજાલેન્ગકા કે કાન નામનો 61 વર્ષીય વ્યક્તિ રહે છે. તેણે જીવનમાં હમણા સુધી 87 લગ્ન કર્યા છે અને હવે 88માં લગ્ન કરવાની તૈયારીમાં છે. તેના રંગીન મિજાજને કારણે તેને ‘પ્લેબોય કિંગ’ કહેવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે તે 88માં લગ્ન તેની એકસ્ વાઈફ સાથે જ કરવા જઈ રહ્યો છે. તેનો વીડિયો પણ યૂટ્યૂબ પર વાયરલ થઈ રહ્યો છે.

પ્લેબોય કિંગનો વાયરલ વીડિયો

મીડિયા રિપોર્ટ અનુસાર, આ શખ્સના આ પહેલા આ મહિલા સાથે જ્યારે લગ્ન થયા હતા, ત્યારે તે એક મહિનો જ ચાલ્યા હતા. તેણે પોતાની આ ભાવિ પત્ની માટે કહ્યુ છે કે, તેઓ અલગ થયા ને ઘણો સમય થઈ ગયો પણ તેમની વચ્ચે પ્રેમ આજે પણ મજબૂત છે. તેથી જ તેઓ ફરી લગ્ન કરી રહ્યા છે. તમને જાણીને નવાઈ લગાશે કે આ શખ્સને એક યાદ છે કે તેણે કેટલા લગ્ન કર્યા પણ એ યાદ નથી કે તેને કેટલા સંતાનો છે.

14 વર્ષની ઉંમરમાં કર્યા હતા પહેલા લગ્ન

તમને જાણીને નવાઈ લાગશે કે આ શખ્સના પહેલા લગ્ના 14 વર્ષની ઉંમરમાં થયા હતા. તે સમયે તેની પહેલી પત્ની તેનાથી 2 વર્ષ મોટી હતી. આ શખ્સે જણાવ્યુ કે તેના ખરાબ વ્યવહારને કારણે તેમના લગ્ન 2 વર્ષ જ ચાલ્યા હતા. 2 વર્ષમાં જ તેના તલાક થઈ ગયા હતા. આ વાત પર તેને ખુબ ગુસ્સો આવ્યો અને તેણે એકબાદ એક લગ્ન કરવાના શરુ કર્યા હતા. આ શખ્સે જણાવ્યુ કે તે મહિલાઓ અને તેમના સંબંધોનું સન્માન કરે છે પણ તે કોઈ અનૈતિક સંબંધ બનાવવા માંગતો નથી. તેના કરતા તે લગ્ન કરીને તે સંબંધ નિભાવે તે જ યોગ્ય છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.