Saturday, November 26, 2022

ગુજરાતની ચૂંટણીએ અચાનક રંગ કેમ બદલ્યો? માતાનાં ઓપરેશન મુદ્દે કથીરિયાએ કાકાને ઝાટક્યા, જુઓ ચૂંટણીના 7 મોટા સમચાર | Kathiriya's jaw-dropping reply to Kanani on mother's knee surgery issue, Amit Shah takes Congress by surprise, see 6 biggest election news

13 મિનિટ પહેલા

અમિત શાહે કૉંગ્રેસને લીધી આડેહાથ

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે શુક્રવાર રાત્રે કેન્દ્રિય ગૃહમંત્રી અને ભાજપના સ્ટાર પ્રચારક અમિત શાહે અમદાવાદ શહેરના નરોડામાં સભા સંબોધી હતી. આ સભામાં તેમણે રમખાણોની સાથેસાથે વોટ બેંકની વાત કરી કૉંગ્રેસને આડેહાથ લીધી હતી.

કથીરિયાનો કાનાણીને જડબાતોડ જવાબ

વરાછાના ભાજપના ઉમેદવાર કુમાર કાનાણીએ કહ્યું કે, જે લોકો ફ્રી ફ્રીની વાત કરી રહ્યા છે. તેઓ પોતે પણ સરકારની સુવિધા લઈને જ ફ્રીમાં આરોગ્ય સેવા મેળવી રહ્યા છે. આપણી સામે જે ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. તેમણે પોતાની માતાના ઘૂંટણ રિપ્લેસમેન્ટ પણ આયુષ્યમાન કાર્ડ થકી જ કરાવ્યું છે. આપનો ઉમેદવાર કહે છે ને કે સરકારે શું કર્યું છે, તો એને મારો જવાબ છે કે સરકારે તેમની માતાના ઘૂંટણ રિપ્લેસ વિનામૂલ્યે કરાવી આપ્યા છે. તો બીજી તરફ સુરતમાં આપના ઉમેદવાર અલ્પેશ કથીરિયાએ તેમના હરીફ કુમાર કાનાણીને માતાના ઘુંટણના ઓપરેશન મુદ્દે જડબાતોડ જવાબ આપ્યો કહ્યું, “કાકા મે ટેક્સ ભર્યો છે, અમારો પરિવાર મજદૂરી કરે છે. મારી માતાનું ઓપરેશન એ ચૂંટણીનો મુદ્દો છે?”

સ્મૃતિ ઈરાનીના કોંગ્રેસ અને આપ પર પ્રહાર

સુરતમાં યુવા મહિલા સંમેલનમાં સ્મૃતિ ઈરાની હાજર રહ્યા હતા. જેમાં તેમણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉપર આક્ષેપો કર્યા હતા. કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું, “વર્ષોવર્ષ સુધી આપણે લોકોને કહેતા સાંભળ્યા કે મંદિર ત્યાં જ બનાવીશું. પણ કોંગ્રેસનું દુશસાહસ જુઓ, જ્યારે કોઈ રામ ભક્ત મળતું અને કહેતું કે મંદિર ત્યાં જ બનાવીશું તો કોંગ્રેસી તેનો મજાક ઉડાવતા અને કહેતા તારીખ નહીં જણાવીએ.”સાથે જ કેજરીવાલને આડે હાથ લઈને કહ્યું હતું કે, “કેબિનેટમાં દારૂ પીવાય છે. કેજરીવાલ શાળા શરૂ કરી ત્યાં દારૂ કેવી રીતે પીવાય તે શીખવે છે. પોતાની કેબિનેટમાં દારૂ કેવી રીતે પીવું તેના ક્લાસ શરૂ કરવા માટે ચર્ચા કરે છે. પોતાના વિસ્તારની એક પણ શાળામાં તેઓ પોતે ગયા નથી. શિક્ષણ જગતની વાતો કરે છે. આમ આદમી પાર્ટીના નેતાઓને મત આપવો એ દારૂડિયાને મત આપવા બરાબર છે. અને ચાઈલ્ડ રેપિસ્ટના સમર્થકોને મત આપવા બરાબર છે.”

5 બળવાખોર નેતાઓને ભાજપે કર્યા સસ્પેન્ડ

કોંગી ઉમેદવારનો પ્રચાર કરતાં સિધ્ધપુરના 5 ભાજપ નેતાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા. સિધ્ધપુર વિધાનસભા બેઠક પરના ભાજપના 5 આગેવાનોએ બળવો કરતા પાર્ટીએ તેમને સસ્પેન્ડ કર્યા છે. કોંગ્રેસના ઉમેદવાર સાથે પ્રચારની તસવીરો વાઈરલ થતાં પાટણ જિલ્લા ભાજપે પાંચેયને સસ્પેન્ડ કર્યા છે. જેમાં સિધ્ધપુર શહેર મહામંત્રી, યુવા મોરચા તાલુકા પ્રમુખ, જિલ્લા કારોબારી સભ્ય, ઉપપ્રમુખ ભાજપ તાલુકા અને સિધ્ધપુરના પૂર્વ પાલિકા સદસ્યનો સમાવેશ થાય છે.

આજે ભાજપ કરશે સંકલ્પપત્રની જાહેરાત

વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે ભાજપે છેલ્લી ઘડીએ ચૂંટણી ઢંઢેરો જાહેર કરવાની જાહેરાત કરી છે. ભાજપ દ્વારા આજે કમલમ ખાતે પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં સંકલ્પપત્ર જાહેર કરશે. આ જાહેરાત દરમિયાન ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ હાજર રહેશે.

કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણી પ્રચાર માટે ગુજરાતમાં

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે 26 અને 28 નવેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે. ખડગે અહીં કોંગ્રેસ માટે ચૂંટણી પ્રચાર કરશે. આ સિવાય 27 નવેમ્બરે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે રાહુલ ગાંધીની મધ્યપ્રદેશમાં ભારત જોડો યાત્રામાં પણ ભાગ લેશે. મળતી માહિતી મુજબ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે 26 નવેમ્બરે અમદાવાદમાં જાહેર સભાને સંબોધશે અને બીજા દિવસે પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે. અને 28 નવેમ્બરે ગાંધીનગર નજીક જાહેરસભાને સંબોધશે. તાજેતરમાં રાહુલ ગાંધીએ ગુજરાતમાં પણ પ્રચાર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે…