રાજકીય પ્રચારના અઢળક બોર્ડ બેનરો વચ્ચે તંત્રએ માત્ર 7500 જ હટાવ્યા | The system removed only 7500 among the board banners of political propaganda

ભાવનગર7 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ગેરકાયદેસર પ્રચાર ઉમેદવારના ખર્ચમાંથી બચવાનો પેતરો
  • ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ દ્વારા સરકારી ચોપડે માત્ર 550 જ બોર્ડ બેનરની મંજૂરી લીધી, તંત્ર પણ દેખાય તે કાઢે નહીં તો નજર અંદાજ

વિધાનસભાની ચૂંટણી આડે માત્ર 48 કલાક જ બાકી છે ત્યારે રાજકીય પક્ષો, ઉમેદવારો સાથે તંત્રની પણ દોડધામ વધી ગઈ છે. પ્રચાર પ્રસારના પડઘમ શાંત થવા પૂર્વે રાજકીય પક્ષો દ્વારા જ્યાં ને ત્યાં ગેરકાયદેસર બેનર, હોર્ડિંગ અને ધજા પતાકા લગાવી દીધા છે. જેથી તંત્ર વાહકો સતત રાજકીય પ્રચારને દૂર કરવામાંથી ઊંચા આવતા નથી. ભાવનગર શહેરમાંથી જ 7500 થી વધુ બોર્ડ, પોસ્ટર હટાવ્યા છે. સરકારી ચોપડે ઓછુ દેખાડી ગેરકાયદેસર ચૂંટણી પ્રચાર ઉમેદવારોના ખર્ચમાંથી બચવાનો પેતરો છે.

વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ જાહેર માર્ગો કે અન્ય વિસ્તારોમાં રાજકીય પોસ્ટર, બેનર, પેઇન્ટિંગ સહિતનું પ્રચાર પ્રસાર માટે લગાવવા માટે સ્થાનિક તંત્ર અથવા તો મહાનગરપાલિકાની મંજૂરી આવશ્યક હોય છે. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અન્ય પક્ષો દ્વારા શહેરની જુદી જુદી જાહેર જગ્યાઓ પર બોર્ડ બેનર પોસ્ટર માટે મંજૂરી લીધાના અઠવાડિયા બાદ રાજકીય પ્રચાર શરૂ કર્યો હતો. પક્ષ અને તમામ પક્ષો દ્વારા તદ્દન હંગામી ધોરણે 552 બોર્ડ અને કમાન સહિતની મંજૂરીઓ લીધી છે.

પરંતુ સામાન્ય પબ્લિકની પણ નજરે ચડે તેમ મંજૂરી લીધાના ત્રણ ચાર ગણા વધુ તો ગેરકાયદેસર બોર્ડ, બેનર, હોર્ડિંગ લગાવી દીધા હોય છે. અને ઉમેદવારના સમર્થનમાં જાહેર સભા કે રેલીનું આયોજન હોય ત્યારે તો આયોજનનું સ્થળ ગેરકાયદેસર ધજા પતાકા, કમાન, હોર્ડિંગ, બેનર સહિતના પ્રચાર સાહિત્યથી રંગી દીધું હોય છે. છતાં તંત્રના બંધાયેલા હાથને કારણે તત્કાલીન સમયે તે વિસ્તારમાંથી ગેરકાયદેસર પ્રચાર સાહિત્ય હટાવતા નથી. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તંત્ર ગેરકાયદેસર રાજકીય પ્રચારને દૂર કરવા કામે લાગે છે.

ભાવનગર પૂર્વ અને પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં રાજકીય પક્ષોના ઉમેદવારો તેમજ અપક્ષ દ્વારા જાહેર સ્થળો પર લગાવેલા ગેરકાયદેસર બોર્ડ બેનર, પોસ્ટર અને પેઇન્ટિંગ સહિતનું 7500 થી પણ વધુ હટાવ્યું છે. ગેરકાયદેસર રીતે લગાવેલા રાજકીય પ્રચાર સાહિત્ય સામે આચારસંહિતા ભંગની ફરિયાદો થાય તો તે સ્થળ પરથી પોસ્ટર બેનર હટાવી લઈ તંત્ર કામગીરી કર્યાનો સંતોષ મળે છે.

FSTની સતત નજર
શહેરના પ્રવેશદ્વારો પર ફ્લાઈંગ સ્ક્વોર્ડની ટીમ તો સતત નજર રાખી જ રહી છે પરંતુ સાથોસાથ વિધાનસભા વિસ્તારોમાં પણ સતત દેખરેખ રાખી રહ્યા છે. જાહેર સ્થળો પર ગેરકાયદેસર રીતે લગાવેલા બોર્ડ બેનરોનો પણ આચાર સહિતા ભંગની ટીમને તાકીદ કરે છે અને તેઓ દ્વારા તાત્કાલિક હટાવવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે…

Previous Post Next Post