મોરબી, રાજકોટ અને જામનગરમાંથી બાઈક ચોરી કરનારા બે ઝડપાયા, પોલીસે 8 બાઈક રીકવર કરી કુલ 1.70 લાખનો મુદામાલ કબજે કર્યો | Two bike thieves nabbed from Morbi, Rajkot and Jamnagar, police recovered 8 bikes and seized a total of Rs 1.70 lakh
મોરબી11 મિનિટ પહેલા
- કૉપી લિંક
મોરબી શહેર ઉપરાંત રાજકોટ અને જામનગરમાંથી બાઈક ચોરી કરનારા બે ઇસમોને પોલીસે ઝડપી લઈને 8 ચોરાઉ બાઈક રીકવર કરવામાં સફળતા મળી છે. તેમજ અનેક બાઈક ચોરીના ગુનાના ભેદ પણ ઉકેલવામાં આવ્યા છે.
મોરબી પંથકમાં વધતા વાહન ચોરીના બનાવો રોકવા અને ગુનેગારોને ઝડપી લેવા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન નંબર પ્લેટ વગરના બાઈક સાથે બે ઈસમો રાજપર ચોકડી પાસેથી ઝડપાયા હતા. જે બાઈકના કાગળો માંગતા આરોપીઓ પાસે નહીં હોવાનું જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા બાઈક એ ડીવીઝન પોલીસ મથકમાંથી ચોરી થયાનું ખુલ્યું હતું. જેથી પોલીસે ટંકારા તાલુકાના ઓટાળાના રહેવાસી 20 વર્ષીય આરોપી સાગર ગોલતર અને ધ્રોલ તાલુકાના મોડપરના રહેવાસી કુંવરો ઉર્ફે કુરી જખાણીયા એમ બે ઇસમોને ઝડપી લીધા હતા અને સઘન પૂછપરછ કરતા અન્ય બાઈક ચોરીની કબુલાત આપતા ચોરી કરેલા અન્ય 7 બાઈક મળીને કુલ 8 બાઈક કીંમત રૂ 1,70,000 નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
મોરબી, રાજકોટ અને જામનગરમાંથી આઠ બાઈક ચોરી કર્યા
આરોપીઓએ મોરબી શેહરના નવા બસ સ્ટેન્ડ, આયુષ હોસ્પિટલ પાસેથી, સુપર માર્કેટ પાસેથી બાઈક ચોરી કર્યું હતું. તેમજ છોટાલાલ પેટ્રોલ પંપ પાસેથી બાઈક ઉઠાંતરી કરી હતી, તે ઉપરાંત એક વર્ષ પૂર્વે રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી અને જામનગર સાત રસ્તા મેળાના મેદાનમાંથી એક વર્ષ પૂર્વ બાઈક ચોરીને અંજામ આપ્યો હતો. જે ચોરીના 8 બાઈક રીકવર કરવામાં પોલીસને સફળતા મળી છે.
આરોપી સાગર રીઢો ગુનેગાર, અનેક વખત પોલીસ ચોપડે ચડી ચુક્યો
ઝડપાયેલા આરોપી પૈકી આરોપી સાગર ગોલતર રીઢો ગુનેગાર છે. જે અગાઉ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં ચોરીના ગુનામાં તેમજ ટંકારા પોલીસ મથકમાં ત્રણ વખત પ્રોહીબીશન ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. આરોપી સાગર લોક માર્યા વગરના બાઈક ડાયરેક્ટ કરી ચોરીને અંજામ આપતો હોવાનું તપાસમાં ખુલ્યું છે.
Post a Comment