મહેસાણા16 મિનિટ પહેલા
વડાપ્રધાને તેમના શિક્ષકનું જ્યારે સન્માન કર્યું હતું ત્યારની તસવીર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બાળપણમા ધોરણ 8 અને 9 માં અભ્યાસ કરાવનાર ગુરુ રાસબિહારી મણિયારના નિધનના સમાચાર મળતા સમગ્ર વડનગરમાં શોકનો માહોલ ફેલાયો છે.ત્યારે PM મોદીએ ટ્વિટ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
મહેસાણા જિલ્લામાં આવેલા વડનગરના વતની અને હાલ મુંબઈ ખાતે રહેતા અને PM મોદીને બી.એન હાઈસ્કૂલમાં ધોરણ 8 અને 9 દરમિયાન અભ્યાસ કરાવનાર શિક્ષક રાસ બિહારી મણિયારનું 93 વર્ષની ઉંમરે નિધન થયું છે.રાસબિહારી બી.એન હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવી ચુક્યા છે.તેમજ બાળપણમા શિક્ષકે PM મોદીને ધોરણ 8 અને 9 માં અભ્યાસ કરાવ્યો હોવાનું PM ના બાળપણના મિત્ર એ ‘દિવ્ય ભાસ્કર’ને જણાવ્યું હતું. ત્યારે શિક્ષણના નિધનને લઇ સમગ્ર વડનગરમાં શોકનો માહોલ છવાયો છે.
શિષ્યએ ગુરુનું સન્માન કરી આશીર્વાદ લીધા હતા
PM મોદીએ આજે ગુરુના નિધન થયાના સમાચાર મળતા ગુરુ ગુમાવ્યાનુ દુઃખ પોતાન ટ્વિટર મારફતે વ્યક્ત કર્યું હતું. જ્યારે PM મોદી ગુજરાત ના CM હતા એ દરમિયાન પોતાન શિક્ષકોને ખાસ ગાંધીનગર બોલાવી એવોર્ડથી સન્માન કરી શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પણ એનાયત કર્યો હતો.
PM મોદીના બાળપણના મિત્ર શામળદાસ મોદીએ ‘દિવ્ય ભાસ્કર’ને જણાવ્યું કે, હું અને PM ત્યારે બી.એન હાઈસ્કૂલમાં ધોરણ 8 અને 9માં હતા ત્યારે મણિયાર સાહેબ અમને ભણાવતા હતા. તેમજ એ સમયે અમારા શિક્ષણ સ્વભાવે કડક હતા અને શિક્ષક વર્ગખંડમાં રહેતા ત્યારે કોઈની બહાર જવાની હિંમત ન થતી.મણિયાર સાહેબ સ્વભાવ એકદમ સરળ હતા પણ વિદ્યાર્થીઓ સાથે ગમ્મત પણ અનેકવાર કરતા.
PM મોદીએ ટ્વિટ કરી શ્રદ્ધાંજલિ પાઠવી