Thursday, November 17, 2022
Home »
Breaking News
,
Gujarati
,
India News
,
Latest news
,
Today news
,
trending
» 92 વર્ષના ઈતિહાસમાં જાણો કેટલી વાર ચોરી થઈ ફિફા વર્લ્ડકપની ટ્રોફી, શ્વાને શોધી આપી હતી ચોરી થયેલી ટ્રોફી
નવેમ્બર 17, 2022 | 11:41 p.m
TV9 ગુજરાતી | સંપાદિત: અભિજ્ઞા મૈસુરિયા
નવેમ્બર 17, 2022 | 11:41 p.m
વર્ષ 1930થી શરુ થયેલા ફિફા વર્લ્ડકપની ટ્રોફી ખેલાડીઓની સાથે સામાન્ય લોકોમાં પણ લોકપ્રિય છે. હાલમાં ફિફા ટ્રોફીની 51 દેશોમાં ટૂર કરવામાં આવી હતી. જેમાં સામાન્ય લોકો તેને નજીકથી જોઈ શકયા હતા. આ ટ્રોફી ચોરો વચ્ચે પણ એટલી જ લોકપ્રિય છે.
ફિફા વર્લ્ડકપના 92 વર્ષના ઈતિહાસમાં વર્લ્ડકપ ટ્રોફી 2 વાર ચોરી થઈ હતી. ફિફા વર્લ્ડકપની હમણા સુધી 2 ટ્રોફી રહી છે. જેમાંથી જૂની ટ્રોફીની 2 વાર ચોરી થઈ છે.
ફિફાની જૂની ટ્રોફીને કોપ ડુ મોંડે , વિક્ટરી તરીકે ઓળખવામાં આવતી હતી. પરંતુ બાદમાં ફિફા પ્રમુખ જુલ્સ રિમેટના માનમાં તેનું નામ બદલવામાં આવ્યું હતુ. જુલ્સ રિમેટ એ જ વ્યક્તિ છે જેમણે ફૂટબોલ વર્લ્ડકપનો પ્રસ્તાવ મુક્યો હતો.કોઈપણ વિજેતા ટીમને ઓરિજનલ ટ્રોફી ક્યારેય આપવામાં આવતી નથી. ટ્રોફીની રેપ્લિકા બનાવીને વિજેતા ટીમને આપવામાં આવે છે. પણ બ્રાઝિલ જ્યારે વર્ષ 1970માં ત્રીજીવાર વિજેતા બન્યુ તૈયારે તેને ટ્રોફી સોંપવામાં આવી હતી. બ્રાઝિલના ખેલાડીઓ વિજેતા બન્યા બાદ આ ટ્રોફીને લઈને મેદાનમાં ફરી રહ્યા હતા ત્યારે ટ્રોફીના ઉપરનો સોનાનો ભાગ ઘાયબ થઈ ગયો હતો. જે એક ગેટ પાસે દર્શક પાસેથી મળી હતી. ત્યારેબાદ નવી ટ્રોફી એક જ ભાગથી બનાવવામાં આવી હતી.
વર્ષ 1966માં ફિફા વર્લ્ડકપ ઈંગ્લેડમાં રમાવવાનો હતો. આ વર્લ્ડકપ શરુ થવાના 3 મહિના પહેલા આ ટ્રોફીની ચોરી થઈ હતી. આ ટ્રોફીને સેન્ટ્રલ લંડનના સ્ટમિસ્ટર હોલમાં રાખવામાં આવી હતી. આ ચોરી થયેલી ટ્રોફીને એક શ્વાને શોધી કાઢી હતી. આ ટ્રોફી ચોરીના 7 દિવસ પછી એક ગાર્ડનમાં ન્યૂઝપેપર સાથે મળી હતી.
વર્ષ 1983માં બ્રાઝિલ ફૂટબોલ સંઘના રિયો ડિ જિનેરિયોના એક બુલેટપ્રૂફ કાચના કબાટમાં આ ટ્રોફી મુકવામાં આવી હતી. 19 ડિસેમ્બર, 1983માં ચોર કબાટના પાછળના ભાગને હથોડાથી તોડીને તેને લઈ ગયો હતો. જે બાદ તે ટ્રોફી ફરી નથી મળી. તેના કારણે હાલમાં જોવા મળતી ટ્રોફી બનાવવામાં આવી હતી.