Ahmedabad : કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય બહાર લાગી પરિવર્તન ઘડિયાળ, કહ્યું ઘડિયાળ ગુજરાતની પ્રજાની ભાવનાને રિફ્લેક્ટ કરે છે

ગુજરાતમાં ભાજપ સરકારના 27 વર્ષના શાસનને હટાવવા કોંગ્રેસે કમર કસી છે.ત્યારે હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય બહાર પરિવર્તનની ઘડિયાળ લગાવવામાં આવી છે. પૂર્વ કેન્દ્રીય પ્રધાન પી. ચિદમ્બરમના હસ્તે આ પરિવર્તન ઘડિયાળ લગાવવામાં આવી. જેમાં મતગણતરીનો દિવસ એટલે કે 8 ડિસેમ્બરે બપોરના 12 કલાકનો સમય નોંધવામાં આવ્યો છે.

TV9 ગુજરાતી

| સંપાદિત: ચંદ્રકાંત કનોજા

નવેમ્બર 08, 2022 | 11:01 p.m

ગુજરાતમાં ભાજપ સરકારના 27 વર્ષના શાસનને હટાવવા કોંગ્રેસે કમર કસી છે.ત્યારે હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય બહાર પરિવર્તનની ઘડિયાળ લગાવવામાં આવી છે. પૂર્વ કેન્દ્રીય પ્રધાન પી. ચિદમ્બરમના હસ્તે આ પરિવર્તન ઘડિયાળ લગાવવામાં આવી. જેમાં મતગણતરીનો દિવસ એટલે કે 8 ડિસેમ્બરે બપોરના 12 કલાકનો સમય નોંધવામાં આવ્યો છે.ઘડિયાળ પર ‘સત્તામાં ભાજપની છેલ્લી ઘડીઓ’ એમ લખાણ લખવામાં આવ્યું છે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ જણાવ્યું કે કોંગ્રેસ કાર્યાલય પર લગાવેલી ઘડિયાળ ગુજરાતની પ્રજાની ભાવનાને રિફ્લેક્ટ કરે છે. ગુજરાતની પ્રજા હવે પરિવર્તન ઇચ્છી રહી છે.જે દિવસે આ ઘડિયાળના તમામ આંકડા શુન્ય હશે એ દિવસે ગુજરાતમાં ભાજપની સરકાર નહીં હોય તેમ રઘુ શર્માએ જણાવ્યું.

મહત્વનું છે કે રાજસ્થાનમાં વર્ષ 2018ની ચૂંટણી પહેલા પણ કોંગ્રેસે તેમના કાર્યાલય બહાર પરિવર્તન ઘડિયાળ લગાવી હતી..જે બાદ રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર બની હતી. આથી હવે રાજસ્થાન બાદ ગુજરાતમાં પણ પરિવર્તન ઘડિયાળ લગાવી કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ ભરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે