તારના 8 ભવ્ય સ્ટેડિયમમાં 65 મેચો રમાશે. ફિફા વર્લ્ડકપ 2022ના અંતે 3585 કરોડની ઈનામી રકમ અલગ અલગ ટીમોને તેમના પ્રદર્શન મુજબ આપવામાં આવશે. ફિફા વર્લ્ડકપ 2022 એક ખાસ બોલથી રમાશે.

છબી ક્રેડિટ સ્ત્રોત: TV9 gfx
20 નવેમ્બરથી 18 ડિસેમ્બર, 2022 વચ્ચે ફિફા વર્લ્ડકપમાં 32 ટીમ એક ટ્રોફી જીતવા માટે મેદાન પર ઉતરશે. 29 દિવસ સુધી આ ફૂટબોલ મહાકુંભ રમાશે. 32 ટીમોના 832થી વધારે ખેલાડીઓ મેદાન પર પોતાની ટીમને જીતાડવા માટે ઉતરશે. ફિફા વર્લ્ડકપ દરમિયાન 90થી વધારે ઈન્ટરનેશનલ ઈવેન્ટ્સ યોજાશે, જેમાં 100થી વધારે ઈન્ટરનેશનલ આર્ટિસ્ટના પર્ફોમન્સ થશે. કતારના 8 ભવ્ય સ્ટેડિયમમાં 65 મેચો રમાશે. ફિફા વર્લ્ડકપ 2022ના અંતે 3585 કરોડની ઈનામી રકમ અલગ અલગ ટીમોને તેમના પ્રદર્શન મુજબ આપવામાં આવશે. ફિફા વર્લ્ડકપ 2022 એક ખાસ બોલથી રમાશે.
કતારમાં 29 દિવસ સુધી ચાલનારા આ ફિફા વર્લ્ડકપમાં કુલ 32 ટીમો ભાગ લેશે. આ વખતે પહેલીવાર ફૂટબોલ વર્લ્ડકપ નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં થશે. પહેલા આ ટુર્નામેન્ટ જૂન-જુલાઈમાં થતી હતી. 32 ટીમના 832 ટીમો કતારના 8 ભવ્ય સ્ટેડિયમમાં ફિફા વર્લ્ડકપ માટે જંગ જામશે. મિડિલ ઈસ્ટ દેશમાં આ વખતે પહેલીવાર ફિફા વર્લ્ડકપ યોજાવા જઈ રહ્યો છે.
ફિફા વર્લ્ડકપનો બોલ Al Rihla
અલ રિહલા લૉન્ચ ઇવેન્ટ તપાસો 👀⚽@adidasfootball | #OfficialMatchBall pic.twitter.com/qAm8PaEhG0
— FIFA વર્લ્ડ કપ (@FIFAWorldCup) 31 માર્ચ, 2022
ફિફા વર્લ્ડકપ 2022માં ઉપયોગમાં લેવાનારા બોલને આ વર્ષે એપ્રિલ 2022માં લોન્ચ કરવામાં આવ્યો હતો. તેને ‘અલ રિહલા’ નામ આપવામાં આવ્યુ છે. તેનો અર્થ અરબી ભાષામાં ‘યાત્રા’ થાય છે. આ બોલને કતારના ધ્વજ, વાસ્તુકલા અને નૌકાઓથી પ્રેરિત થઈને બનાવવામાં આવ્યો છે. આ વર્લ્ડકપનો પહેલો એવો બોલ છે જેને પર્યાવરણનું ધ્યાન આપીને બનાવવામાં આવ્યો છે. તેમાં પાણીમાં ભળી શકે તેવા રંગો અને ગ્લૂનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ બોલ એડિડાસ કંપનીએ બનાવ્યો છે. આ કંપની હમણા સુધી ફિફા વર્લ્ડકપના 14 જેટલા બોલની ડિઝાઈન કરી ચૂકી છે. આ બોલ ઈતિહાસનો સૌથી ફાસ્ટ બોલ બની રહેશે.એડિડાસ છેલ્લા 14 વર્ષથી સતત મેગા ઈવેન્ટ માટે બોલનું ઉત્પાદન કરે છે. 1982 ફિફા વર્લ્ડ કપથી પાકિસ્તાન દેશ મેચ બોલનું સત્તાવાર નિર્માતા છે. પાકિસ્તાની શહેર સિયાલકોટ ફૂટબોલના વિશ્વવ્યાપી ઉત્પાદનના કેન્દ્રમાં આવેલું છે. અહીં દર વર્ષે લગભગ 40 મિલિયન બોલ બનાવવામાં આવે છે
કતાર વર્લ્ડ કપનું ફોર્મેટ શું છે?
ચાર-ચાર ટીમોને 8 ગ્રુપમાં સામેલ કરવામાં આવશે. દરેક ગ્રુપમાંથી ટોચની 2 ટીમો પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં જશે. આ રીતે 16 ટીમો પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં જોવા મળશે. અહીંથી આઠ ટીમો ક્વાર્ટર ફાઇનલમાં જશે. ત્યારબાદ ચાર ટીમો સેમી ફાઈનલ અને બે ટીમો ફાઈનલ રમશે. સેમિફાઇનલમાં હારનાર બે ટીમો ત્રીજા અને ચોથા સ્થાન માટે રમે છે.
કઈ રીતે જોઈ શકશો ફિફા વર્લ્ડ કપ 2022ની મેચ?
ભારતમાં ફિફા વર્લ્ડકપની તમામ મેચ સ્ટાર સ્પોર્ટસ ગ્રુપની ચેનલ પર જોઈ શકાશે. જયારે મોબાઈલ ફોન પર જીયો ટીવી એપમાં ફિફાના વર્લ્ડકપ મેચને જોઈ શકાશે. આ મેચ ભારતીય સમયઅનુસાર બપોરે 3. 30 કલાક, સાંજે 6.30, રાત્રે 9.30 અને મધરાત્રે 12.30 કલાકના સમયે રમાશે.