Amreli: વડિયા પંથકમાં રાંધણ ગેસના બાટલામાં ઓછો ગેસ નીકળતા વિવાદ,જાણો અન્ય મહત્વના આજના સમાચાર

વડીયા મામલતદાર અને પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી અને તોલમાપ વિભાગને બોલાવીને ગેસના ઓછા વજનની ખરાઈ કરવામાં આવી હતી. 1070ને બદલે 1100 રૂપિયા ઉઘરાવતા હોવાની ગ્રાહકોની ફરીયાદ છે.

Amreli: વડિયા પંથકમાં રાંધણ ગેસના બાટલામાં ઓછો ગેસ નીકળતા વિવાદ,જાણો અન્ય મહત્વના આજના સમાચાર

અમરેલીમાં ઓછા વજનના રાંધણ ગેસના સિલિન્ડર આપીને મોટા પાયે છેતરપિંડી કરી હતી

અમરેલીના વડિયા પંથકમાં રાંધણ ગેસના બાટલામાં ઓછો ગેસ નીકળતા હોબાળો થયો છે. સૂર્યપ્રતાપગઢ અને અનીડા ગામે ગેસ એજન્સી દ્વારા ડિલિવરી કરાયેલા ગેસના બાટલામાં 2થી 3 કિલો ગેસ ઓછો નીકળતા સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો .વડીયા મામલતદાર અને પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી અને તોલમાપ વિભાગને બોલાવીને ગેસના ઓછા વજનની ખરાઈ કરવામાં આવી હતી. 1070ને બદલે 1100 રૂપિયા ઉઘરાવતા હોવાની ગ્રાહકોની ફરીયાદ છે. જેથી ગેસ એજન્સી સામે કાર્યવાહી કરવાની સ્થાનિકોએ માગ કરી છે. રસોઈ ગેસના બાટલા ઓછા વજનના આપીને ગ્રાહકો સાથે મોટાપાયે છેતરપિંડી કરાઈ રહી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે.

બગસરાની શાળાના વિદ્યાર્થીઓ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં

બગસરા ખાતે આવેલી સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ મેથ્સ ક્લબના સહયોગથી ઉત્તર પ્રદેશ ખાતેની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં સ્પર્ધક તરીકે જોડાઈ સમગ્ર શિક્ષણ વિભાગનું ગૌરવ વધાર્યું હતું. બગસરાની સરકારી પ્રાથમિક શાળા નં-4ના વિદ્યાર્થીઓ લખનૌ ઉત્તર પ્રદેશ ખાતે તારીખ 5થી 8 નવેમ્બર દરમિયાન યોજનારી મેક ફેર -2022 આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં સ્પર્ધક તરીકે પસંદગી પામ્યા હતા.

કોંગ્રેસમાં ચાલી રહ્યો છે ટિકિટનો કકળાટ

કોંગ્રેસમાં ટિકિટને લઈ કકળાટ ચાલી રહ્યો છે, ત્યારે હજી તો કોંગ્રેસે ઉમેદવારોની યાદી પણ જાહેર નથી કરી છતાં સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાતે જાતે જ પોતાને ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા છે. અમરેલીના બાબરામાં યોજાયેલા કોંગ્રેસના સંમેલનમાં ધારાસભ્ય પ્રતાપ દુધાતે મોટી જાહેરાત કરી છે. કોંગ્રેસ હાઈકમાન્ડ ઉમેદવારોની યાદી જાહેર કરે તે પહેલા પ્રતાપ દુધાતે પોતાને ઉમેદવાર તરીકે જાહેર કર્યાં છે. પ્રદેશ પ્રમુખની હાજરીમાં જ ફોર્મ ભરવાની તારીખ પણ જાહેર કરી. સંમેલનમાં સંબોધન સમયે પ્રતાપ દુધાતે કહ્યું કે હજુ કોંગ્રેસની યાદીમાં મારું નામ નથી આવ્યું, પરંતુ તમને બધાને આમંત્રણ આપુ છું આગામી 11 નવેમ્બરે હું ઉમેદવારી ફોર્મ ભરવા જવાનો છું તો તમામ લોકો હાજર રહી મને સમર્થન કરે. બીજી તરફ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું, કોંગ્રેસમાં આંતરિક ઝઘડાઓ એટલા માટે થાય છે કે, પાર્ટીમાં આંતરિક લોકશાહી છે.

أحدث أقدم