Saturday, November 26, 2022

ભારતીય કલાને પ્રોત્સાહિત કરવા આર્ટ ઇન્ડેક્સ | Art Index to promote Indian art

મુંબઈ14 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • કલાના ઉત્સાહીઓ, ફાઇનાન્સર્સ, વીમાદાતાઓ અને અન્ય લોકોને ટેકો

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ અમદાવાદ (આઈઆઈએમએ) દ્વારા ગુરુવારે મુંબઈ સ્થિત આર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સોલ્યુશન્સ પ્રદાતા અને કલા વ્યવહારોમાં નિષ્ણાત, ઓરા આર્ટ ડેવલપમેન્ટ (ઓરા આર્ટ) સાથે મળીને આઈઆઈએમએ-ઓરા આર્ટ ઇન્ડિયન આર્ટ ઇન્ડેક્સ (આઈએઆઈએઆઈ) લોન્ચ કરવાની જાહેરાત કરી છે.

આઈએઆઈએઆઈ એ ભારતીય કલા બજાર માટે સમયસર હસ્તક્ષેપ તરીકે આવી છે. આ ઇન્ડેક્સ (કલા સૂચકાંક) તેના પ્રકારનો પ્રથમ છે જે વૈશ્વિક સ્તરે હરાજીમાં ભારતીય કલાકારોની કિંમતની વૃદ્ધિના સફરને ટ્રેસ કરે છે. એની તાતી જરૂરિયાત છે કેમ કે રાષ્ટ્રને કલા સૂચકાંકોનો મર્યાદિત અનુભવ છે અને મોટાભાગની ખરીદી હજુ પણ ‘ગટ ફીલિંગ’ દ્વારા કરવામાં આવે છે.

આવા સંજોગોમાં, આઈએઆઈએઆઈ, જે હેડોનિક પ્રાઇસિંગ મોડલ પર આધારિત છે, તે કોન્સ્ટન્ટ-ક્વોલિટી આર્ટ પ્રાઇસ ઇન્ડેક્સ તરીકે સેવા આપશે. 20-વર્ષોમાં વિશ્વભરના ટોચના 25 ભારતીય કલાકારોની આર્ટવર્કની હરાજીમાં કિંમતની વિવિધતાઓનું વિશ્લેષણ કરતી ડેટા આધારિત પદ્ધતિનો ઉપયોગ કરીને ઇન્ડેક્સને એકસાથે મૂકવામાં આવ્યો છે. આઈએઆઈએઆઈ તેથી, કલા ઉત્સાહીઓ, ફાઇનાન્સર્સ, વીમાદાતાઓ અને સમગ્ર ક્ષેત્રના અન્ય હિસ્સેદારોને સમયની સાથે આર્ટવર્કની સંભવિત બજાર કિંમતમાં ટકાવારીના ફેરફારની ગણતરી કરવા માટે ડેટા ઓફર કરી શકે છે.

પ્રોફેસર એરોલ ડિસોઝા, ડાયરેક્ટર, આઈઆઈએમએ, જણાવ્યું હતું કે: “કલા અને કલાકારોની માત્ર પ્રશંસા કરવા યોગ્ય નથી પરંતુ તેમની પાસે નોંધપાત્ર રોકાણ મૂલ્ય પણ હોય છે. તાજેતરમાં, ભારતમાં હરાજી કરાયેલી કલાકૃતિઓની કુલ કિંમત પ્રતિ વર્ષ માત્ર સો મિલિયન ડોલરથી ઓછી રહી છે. આઇઆઇએમએમાં અમે કલા રોકાણ સમુદાયના ઊભરતા મહત્ત્વ અને જરૂરિયાતો અને તે જે સંપત્તિમાં રોકાણ કરે છે તેના પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ આર્ટ પ્રાઇસ ઇન્ડેક્સ કલાના રોકાણના ક્ષેત્રમાં ઉચ્ચ સ્તરની પારદર્શિતા લાવશે. અમારું માનવું છે કે તે કલામાં રોકાણને અને આમ કલાકારોને પણ પ્રોત્સાહિત કરશે.”

આર્ટ ઈન્ડેક્સ ઉત્તમ ઉદાહરણ
ઋષિરાજ સેઠી, ડાયરેક્ટર, ઓરા આર્ટ ડેવલપમેન્ટ, જણાવ્યું હતું કે, “આ આર્ટ ઇંડેક્સ એ હેડ-હાર્ટ સંગમનું એક ઉત્તમ ઉદાહરણ છે, જે સામાન્ય રીતે બંનેમાં શ્રેષ્ઠ પરિણમે છે. અમારો સહયોગ આઇઆઇએમએના વિશ્લેષણાત્મક કુશળતા અને કલાના મૂલ્યને આગળ ધપાવતા વિશિષ્ટ પરિબળો પર ઓરા આર્ટની પકડના સંગમને પ્રતિબિંબિત કરે છે. અમારું લક્ષ્ય ભારતીય કલા બજારના ધબકારા માપવાનું છે.”

અન્ય સમાચારો પણ છે…

Related Posts: