Bank Holidays in November 2022 : આ મહિને 10 બેંક રજાઓ રહેશે. આ તમામ રજાઓ આખા દેશમાં એકસાથે પણ આવતી નથી. જો તમે કોઈ અગત્યનું કામ પતાવવા માટે આગામી થોડા દિવસોમાં બેંક જવાનો પ્લાન બનાવ્યો હોય તો તમારે રજાઓની યાદી ચોક્કસ તપાસવી જોઈએ.

નવેમ્બર 2022 માં બેંક રજાઓ
ગુજરાતમાં ચૂંટણીની મૌસમ જામી છે. દિવાળી જેવા મોટા તહેવાર બાદ લોકો હવે સામાન્ય જીવન તરફ આગળ વધી રહ્યા છે. નવેમ્બર મહિનાનું પહેલું પખવાડિયું પત્યું છે. ઓક્ટોબરમાં બેંક કર્મચારીઓને ઘણી રજાઓ મળી હતી. આખા મહિનામાં માત્ર 9 દિવસ જ લોકોએ ઓફિસ જવું પડ્યું હતું પરંતુ નવેમ્બરમાં બેંકોમાં કામના વધુ દિવસો છે કારણ કે આ મહિને 10 બેંક રજાઓ રહેશે. આ તમામ રજાઓ આખા દેશમાં એકસાથે પણ આવતી નથી. જો તમે કોઈ અગત્યનું કામ પતાવવા માટે આગામી થોડા દિવસોમાં બેંક જવાનો પ્લાન બનાવ્યો હોય તો તમારે રજાઓની યાદી ચોક્કસ તપાસવી જોઈએ.
RBI રજાઓની યાદી જાહેર કરે છે
બેંકોમાં રજાઓ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા નક્કી કરે છે. કેન્દ્રીય બેંક દરેક કેલેન્ડર વર્ષ માટે રજાઓની યાદી તૈયાર કરે છે. અત્રે એ જાણવું જરૂરી છે કે આ મહિનામાં નવેમ્બર 2022માં દેશભરમાં 10 દિવસ સુધી બેંકો બંધ રહેશે નહીં. આરબીઆઇદ્વારા રજાઓની જે યાદી બહાર પાડવામાં આવી છે તેમાંથી ઘણી રજાઓ રાષ્ટ્રીય છે. તે દિવસે દેશભરમાં બેંકિંગ સેવાઓ બંધ રહેશે. બીજી તરફ કેટલીક રજાઓ સ્થાનિક અથવા પ્રાદેશિક સ્તરની હોય છે. તે દિવસોમાં બેંક શાખાઓ તેની સાથે જોડાયેલા રાજ્યોમાં જ રજા રહેશે.
નવેમ્બર મહિનામાં કુલ 10 દિવસ બેંકો બંધ રહેશે
- 20 નવેમ્બર 2022 – રવિવાર (સાપ્તાહિક રજા)
- 23 નવેમ્બર 2022 – સેંગ કુત્સાનેમ- શિલોંગમાં બેંક બંધ
- 26 નવેમ્બર 2022 – શનિવાર (મહિનાનો ચોથો શનિવાર)
- 27 નવેમ્બર 2022 – રવિવાર (સાપ્તાહિક રજા)
ઓનલાઈન બેંકિંગ ચાલુ રહેશે
બેંકોમાં લાંબી રજાઓના કારણે ગ્રાહકોને કોઈ મુશ્કેલીનો સામનો કરવો ન પડે તે માટે બેંકિંગની ઓનલાઈન સેવાઓ કાર્યરત રહેશે. મોબાઇલ અને નેટ બેંકિંગ સાથે, તમે તમારા ઘણા મહત્વપૂર્ણ કાર્યોને સરળતાથી હેન્ડલ કરી શકશો. તમે રોકડ ઉપાડવા માટે એટીએમનો પણ ઉપયોગ કરી શકો છો. આ સાથે તમે ક્રેડિટ, ડેબિટ કાર્ડ અને UPI દ્વારા પેમેન્ટ કરી શકો છો.
તમને જણાવી દઈએ કે રજાના દિવસે પણ ગ્રાહકોને બેંકિંગ સંબંધિત કોઈપણ કામમાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. તમે એટીએમ ઓનલાઈન બેંકિંગ અને મોબાઈલ બેંકિંગનો ઉપયોગ કરી શકો છો. ટેક્નોલોજીએ મર્યાદાઓ ઓછી કરી છે.ડિજિટલ યુગમાં રજાઓના દિવસમાં કામ પડતું મુકવાની હવે ફરજ પડતી નથી.