નવસારી14 મિનિટ પહેલા
- કૉપી લિંક

- કોળી સમાજના ઉમેદવારને ટિકીટ ન અપાતા લોકોમાં રોષ સપાટીએ
નવસારી વિધાનસભાના અમલસાડ પંથકના છેવાડે આવેલા ગામોમાં ‘એક જ ચાલે કોળી જ ચાલે’ તેવા બેનરો મુકતા રાજકીય પક્ષોમાં દોડધામ મચી ગઇ હતી. નવસારી વિધાનસભા વિસ્તારમાં કોળી સમાજની વસતી હોય તેમના સમાજને ટિકિટ અપાઇ નથી. મતદાનને માત્ર એક જ દિવસ રહ્યો હોય ડેમેજ કંટ્રોલ માટે મુખ્ય રાજકીય પક્ષોએ દોડધામ કરી હોવાની માહિતી મળી છે.
નવસારી વિધાનસભા વિસ્તારમાં સામાન્ય બેઠક છે. જેમાં જ્ઞાતિ આધારિત જોવા જઈએ તો એસટી બાદ બીજા નંબરે કોળી સમાજની વસતી આવેલી છે. જેના લીધે કોળી સમાજના અસંતોષ ઉઠ્યો છે. અમલસાડના કાંઠા વિભાગના ગામોમાં ‘એક જ ચાલે કોળી જ ચાલે’ના બેનર ઘણી જગ્યાએ મુકતા લોકોમાં આશ્ચર્યની લાગણી સાથે તે બરાબર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ સાથે અનુસૂચિત જનજાતિ ની પણ સંખ્યા પણ વધુ હોય તેમને પ્રતિનિધિત્વ બાબતે 10 વર્ષથી તક નહીં મળતા નવા જૂની કરવાના એંધાણમાં હોવાની માહિતી મળી છે. જોકે મતદાનના માત્ર બે જ દિવસ બાકી હોય રાજકીય પક્ષો ડેમેજ કંટ્રોલ કરવા લાગી ગયા હોવાની ચર્ચા ઉઠી છે.