Tuesday, November 22, 2022

'ભાજપના નેતાએ મને સાત કરોડ રૂપિયાની ઓફર કરી, હું પુરાવા પણ આપવા તૈયાર છું' | 'BJP leader offered me seven crore rupees, I am ready to give proof'

સુરેન્દ્રનગર3 કલાક પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ આક્ષેપ-પ્રતિઆક્ષેપો તેજ થયા છે. એવામાં ચોટીલા બેઠક પર આમ આદમી પાર્ટીમાં ચૂંટણી લડી રહેલા રાજુ કરપડાએ ભાજપ પર ગંભીર આક્ષેપ કરી કહ્યું હતું કે, ભાજપના નેતાએ મને સાત કરોડ રૂપિયાની ઓફર કરી હતી. જો હજી તે કહેતા હોય કે ઓફર નહોતી કરી તો અહીં આવો હું પુરાવાઓ આપવા તૈયાર છું.

ભાજપના નેતાએ ઓફર કરી પણ કોણે કરી તેનું નામ ન આપ્યું
ચોટીલા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજુ કરપડાએ આજે મૂળી તાલુકાના દાણાવાડા ગામે પ્રચાર દરમિયાન ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, એક ભાજપના નેતાએ મને સાત કરોડ રૂપિયાની ઓફર કરી હતી. પરંતુ, કયા નેતાએ ઓફર કરી તેનું નામ નહોતું લીધું. જોકે, સાથે કહ્યુ હતું કે, જો તે કહેતા હોય કે ઓફર નહોતી કરી તો અહીં આવો હું પુરાવાઓ આપવા તૈયાર છું.

રાજુ કરપડાએ કહ્યું- મારી એક જ શરત છે…
પ્રચાર દરમિયાન ભાજપના નેતાએ સાત કરોડની ઓફર કર્યાનો આક્ષેપ કર્યા બાદ રાજુ કરપડાએ કહ્યું હતું કે, મારી એક જ કન્ડીશન છે કે, ગામડે ગામડે ખેડૂતોને પાણી પહોંચાડી આપો, રાજુ કરપડા ક્યારેય ચૂંટણી નહીં લડે.

ચોટીલા બેઠક પર ભાજપ,કૉંગ્રેસ અને આપના ઉમેદવાર

ચોટીલા બેઠક પર ભાજપ,કૉંગ્રેસ અને આપના ઉમેદવાર

ચોટીલા બેઠક પર ત્રિપાંખિયો જંગ
સુરેન્દ્રનગર જિલ્લાની ચોટીલા બેઠક હાલ કૉંગ્રેસના કબજામાં છે. અહીં કૉંગ્રેસે સીટીંગ ધારાસભ્ય ઋત્વિક મકવાણાને રિપિટ કર્યા છે. તો ભાજપે શામજી ચૌહાણને ટિકિટ આપી છે. જ્યારે ખેડૂત આંદોલનને લઈ ચર્ચામાં આવેલા રાજુ કરપડાને આમ આદમી પાર્ટીએ અહીંથી ટિકિટ આપી છે.

અન્ય સમાચારો પણ છે…